Site icon Revoi.in

‘અગ્નિપથ યોજના’ના વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું – યુવાઓ શરુ કરે તૈયારી, ટૂંક સમયમાં શરુ થશે ભરતી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને યુવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.આ સતત ત્રીજો દિવસ છે કે જ્યારે યુવાઓ રસ્તા પર ઉતરીને સખ્ત વિરોધ નોંધાવી રહ્યા છે ખાસ કરીને ઉત્તરપ્રપદેશ અને બિહારમાં સ્થિતિ વધુ વણસી રહી છે.

આજ રોજ શુક્રવારે સવારે બલિયાના રેલવે સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી હતી.ટ્રેનમાં આગ ચાંપવામાં આવી હતી ત્યારે ઉગ્ર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, સરકારે સેનાની ભરતીમાં ઉચ્ચ વય મર્યાદામાં વધારો કર્યો છે. આ વર્ષ માટે 21ને બદલે 23 વર્ષની મર્યાદા કરવામાં આવી છે.

રાજનાથ સિંહે યુવાઓને કરી અપીલ – તૈયારી કરવા જણાવ્યું

આ યોજનાને લઈને અનેક રાજ્યોમાં વિરોઝધ થી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે તેમણે યુવાઓને યુવાનોને સેનામાં ભરતીની તૈયારી કરવા અપીલ કરું છું. તેઓ એ શાંતિ જાળવવી જોઈએ.કારણ કે હવે  ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. બે વર્ષથી ભરતી પ્રક્રિયા બંધ હતી તેને ધ્યાનમાં રાખીને આ વર્ષ માટે વય મર્યાદા 21 થી ઘટાડીને 23 વર્ષ કરવામાં આવી છે. જેના કારણે અનેક યુવાનોને યોજનાનો લાભ મળશે.