Site icon Revoi.in

હિમોગ્લોબિનની ઉણપથી શરીર નબળું પડી રહ્યુ છે? તો આ ડ્રાયફ્રૂટ ખાવાનું શરૂ કરી દો

Social Share

હિમોગ્લોબિન રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ માટે તમારે કેટલાક આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું પડશે, તો જ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવી શક્ય બનશે. આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની જાય છે.

પિસ્તાનો સ્વાદ ઘણા લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. મુઠ્ઠીભર પિસ્તામાં 1.11 મિલિગ્રામ આયર્ન હોય છે. જો તમે તેને નિયમિત આહારમાં સામેલ કરો છો, તો શરીરમાં આયર્નનું પ્રમાણ વધશે, જે હિમોગ્લોબિનની ઉણપને દૂર કરશે.

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દિમાગને તેજ કરવા માટે આપણે દરરોજ બદામ ખાવી જોઈએ, પરંતુ જો તમારું શરીર હિમોગ્લોબિનની ઉણપને કારણે નબળું પડી ગયું છે, તો દરરોજ સવારે પલાળેલી બદામ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જેમાં પોષક તત્વોની કમી હોતી નથી. મુઠ્ઠીભર છાલવાળા અખરોટમાંથી શરીરને લગભગ 0.82 મિલિગ્રામ આયર્ન મળે છે. જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમારે દરરોજ અખરોટનું સેવન કરવું જોઈએ.