Site icon Revoi.in

દિલ્હીઃ- લાલ કિલ્લામાં માત્ર 20 લોકોની હાજરી સાથે  યોજાશે યોગ કાર્યક્રમ , સાંસ્કૃતિક કેન્દ્રોમાં પણ થશે વર્ચ્યૂઅલ આયોજન

Social Share

દિલ્હીઃ- આજે 21 જૂનના રોજ સમગ્ર દેશમાં યોગ દિવસ મનાવાી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,જો કે આ કાર્યક્મમાં ખૂબ જ ઓછા લોકો સામેલ થશે સામાન્ય લોકોને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત શહેરમાં કોઈપણ જાહેર સ્થળે સામૂહિક યોગની મંજૂરી અપાઈ નથી. લાલ કિલ્લામાં આજરોજ સવારે 7 વાગ્યે યોગ કાર્યક્રમ યોજાનાર છે.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને માત્ર 20 લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે, ફક્ત સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન પ્રહલાદ પટેલ અને મંત્રાલયના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ યોગ કાર્યક્રમનું પ્રસારણ સોશિયલ મીડિયા પર  લાઈવ કરવામાં આવશે. શહેરના પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રોમાં પણ દિવસ દરમિયાન વર્ચ્યુઅલ યોગ કાર્યક્રમો યોજવામાં આવશે.

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણએ આ બાબતે માહિતી આપી હતી કે દેશભરમાં તેમના 75 જેટલા સાંસ્કૃતિક વિરાસત સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે. દિલ્હીમાં લાલ કિલ્લા પર યોગ યોજાશે. આમાં ફક્ત 20 લોકો જ સામેલ થશે.

લાલ કિલ્લા ખાતે યોગ કાર્યક્રમનું પ્રસારણ ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કેન્દ્ર, આર્ટસ, સાહિત્ય અકાદમી, સંગીત નાટક અકાદમી, લલિત કલા અકાદમી, તમામ સંગ્રહાલયો, નહેરુ પ્લેનેટેરિયમ અને એએસઆઈ દિલ્હી સર્કલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે. કોઈ પણ લોકો આ યોગ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે શામેલ થઈ શકે છે.

દિલ્હીમાં પાર્ક, ઓડિટોરિયમ વગેરે જેવા જાહેર સ્થળોએ સમૂહ યોગની મંજૂરી અપાઈ નથી.આવી સ્થિતિમાં આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લોકો તેમના ઘરોમાં યોગ કરશે.આ નિર્ણય કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.

Exit mobile version