Site icon Revoi.in

કોરોનાના વધતા જતા કેસોને લઈને દિલ્હી એઈમ્સએ ગાઈડલાઈન રજૂ કરી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો ઝડપી ગતિએ વધતા જઈ રહ્યા છે જેને લઈને અનેક રાજ્યો એલર્ટ બન્યા છે. ત્યારે દિલ્હી સ્થિતિ આઈમ્સે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન રજૂ કરી છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકોની ભીડ ન થાય અને કોરોનાનું સ્ક્રમણ ઝધડપી ન ફેલાય તે માટે આ ગાઈડલાઈન રજૂ કરાય છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે તેના કર્મચારીઓ માટે નવી એડવાઈઝરી જારી કરી છે. આ અંતર્ગત એઈમ્સ કેમ્પસમાં 5 લોકોને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,આ સહીત  કેન્ટીનમાં ભીડ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

એઈમ્સ દ્રારા જારી કરાયેલ ગાઈડલાઈન પ્રમાણે અહી આવતા તમામ લોકોએ સર્જિકલ માસ્ક પહેરવાનું પણ જરૂરી બનાવવામાં આવ્યું છે. આ સાથે એઈમ્સની  ઓફિસની અંદર બહારથી આવતા મુલાકાતીઓની સંખ્યા ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ ચેપના સેંકડો નવા કેસ આવી રહ્યા છે.સોમવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 484 નવા કેસ નોંધાયા હતા અને ચેપ દર 26.58 ટકા નોંધાયો હતો, જેનો અર્થ છે કે દર ચારમાંથી એક વ્યક્તિ તપાસમાં સંક્રમિત જોવા મળ્યો હતો.વધતા કેસોએ તંત્રની ચિંતા વધારી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા કેસો સાથે રસીકરણની માંગ પણ વધી રહી છે, પરંતુ દિલ્હીના 11 જિલ્લામાં એક પણ કેન્દ્ર પર મફત રસી ઉપલબ્ધ નથી. માત્ર ત્રણ જિલ્લાઓમાં 13 એપ્રિલ સુધી ચાર સ્થળોએ ફી ભરીને રસીની સુવિધા આપવામાં આવી રહી છે. આમાંથી કેટલાક સ્થળ પર કેન્દ્રની મુલાકાત લઈને પણ રસી માટે અરજી કરી શકે છે.મધ્ય દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, શાહદરા, દક્ષિણ દિલ્હીમાં રસીઓ ઉપલબ્ધ નથી.