Site icon Revoi.in

દિલ્હી એરપોર્ટને ‘રાષ્ટ્રીય જળ સંરક્ષણ પુરસ્કાર’ એનાયત – એરપોર્ટને ‘વોયસ ઓફ કસ્ટમર’ સન્માન પણ આપવામાં આવ્યું

Social Share

દિલ્હીઃ–દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને રાષ્ટ્રીય જળ સંરક્ષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું છે. હાઇડ્રો પાવર મંત્રાલયે દેશના પ્રથમ એરપોર્ટને વધુ સારી રીતે સંગ્રહણી કરવા બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કર્યું છે.  દિલ્હી એરપોર્ટને 100 ટકા રિસાયક્લિંગ અને જળસંચય મૈત્રીપૂર્ણ બનાવવામાં આવ્યું છે જેમાં શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન અને સ્વચાલિત સિંચાઇ પ્રણાલી છે.

એરપોર્ટનું સંચાલન કરતી કંપની એરોસિટીના સાત કિલોમીટરથી વધુના વિસ્તારને અત્યાધુનિક, તરીકે ઉપયોગ જેમાં ચાર સ્વચાલિત પમ્પિંગ સ્ટેશનનો ઉપયોગ કરીને પાણીને  રિસાયકલ કરી રહી છે.

ટર્મિનલ 3 નો ભૂપ્રદેશ વિસ્તારને કવર કરવામાં આવ્યો છે,જેમાં  યુપીવીસી અનસેટૂરેટેડ પોલીવિનાઈલ ક્લોરિફાઈડ ઉચ્ચ ઘનતા પોલિઇથિલિન હાઇ પ્રેશર મેઇનલાઇન અને સબમેન લાઇનોના માઇક્રોપ્રોસેસર આધારિત જળ સંચયથી આવરી લેવામાં આવ્યો છે. આ પાણીનો છંટકાવ કરવાથી પ્રદૂષણનું સ્તર ઓછું થાય છે.

આ સાથે એરપોર્ટને વોયસ ઓફ કસ્ટમર સન્માન પણ એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવવાનો અર્થ એ છે કે એરપોર્ટનું સંચાલન કરતી કંપની મુસાફરોની સમસ્યાને યોગ્ય રીતે સમજી શકે છે. સમસ્યાઓનું સમાધાન પણ સારી રીચે કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન મુસાફરોના પ્રતિસાદનું સતત નિરીક્ષણ કરવામાં આવતું હતું.

સાહિન-