1. Home
  2. Tag "delhi-airport"

દિલ્હી એરપોર્ટ પર સ્વિસ એરની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી, 6 ઘાયલ

નવી દિલ્હી, 26 એપ્રિલ 2026: દિલ્હીના IGI એરપોર્ટ પર આ અકસ્માત થયો હતો. સ્વિસ એરની ફ્લાઇટ LX147, જે દિલ્હીથી ઝુરિચ માટે ઉડાન ભરવાની હતી, તેમાં એન્જિન નંબર 1 માં ટેકનિકલ સમસ્યા આવી અને ટેકઓફ દરમિયાન આગ લાગી ગઈ. વિમાન આશરે 104 નોટ પર મુસાફરી કરી રહ્યું હતું. પાયલોટે તાત્કાલિક ટેકઓફ રદ કર્યો અને વિમાનને રનવે […]

કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ દિલ્હી એરપોર્ટ પર હબ-એન્ડ-સ્પોક મોડેલની તૈયારીઓની સમીક્ષા કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ હબ-એન્ડ-સ્પોક મોડેલના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે દિલ્હી એરપોર્ટ પર મુખ્ય હિસ્સેદારો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નાયડુએ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ભારતનું ભૌગોલિક સ્થાન વૈશ્વિક પરિવહન કેન્દ્ર બનવાની એક મોટી તક પૂરી પાડે છે. તેમણે સમજાવ્યું કે આ […]

દિલ્હી-NCR: પ્રદૂષણ-ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે વ્યવહાર ખોરવાયો

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર NCR હાલમાં કુદરત અને પ્રદૂષણના બેવડા માર હેઠળ છે. ગાઢ ધુમ્મસ અતિ ગંભીર સ્તરે પહોંચી ગયું હતું, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટીને માત્ર 50 મીટર રહી જતાં વાહનોની ગતિ થંભી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે હવાઈ અને રેલવે વ્યવહારને […]

દિલ્હી એરપોર્ટ ઉપર સર્જાયેલી ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કરાયુંઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. સિસ્ટમ હવે કાર્યરત છે. ટેકનિકલ સમસ્યાને કારણે હવાઈમથકે ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. મંત્રાલયે […]

દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે, જેનાથી તેની કુલ વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સેલ્ફ-બેગેજ ડ્રોપ, આધુનિક છત અને નવીન સ્કાયલાઇટ ડિઝાઇન જેવી મુસાફરો-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે ફરી ખુલશે. નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીએઆઇ) માં ત્રણ ટર્મિનલ છે […]

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ફ્લાઇટ્સ પ્રભાવિત; દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જારી કરી

ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો છે. ઇઝરાયલી હુમલા બાદ, ઇરાને તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ભારત તરફ જતી ઘણી ફ્લાઇટ્સ પાછી બોલાવવામાં આવી હતી. આ દરમિયાન, દિલ્હી એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે હાલમાં દિલ્હી એરપોર્ટના સંચાલન […]

દિલ્હી એરપોર્ટ ઉપર ઈટલીથી આવતા બે પ્રવાસીઓ પાસેથી ઝડપાયું 8 કરોડનું સોનુ

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. બે મુસાફરો પાસેથી 7.8 કરોડ રૂપિયાના સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. જેનું વજન 10 કિલોથી વધુ હોવાનું કહેવાય છે. આરોપીઓ કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળે છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ […]

દિલ્હી એરપોર્ટની આસપાસ ગાઢ ધુમ્મસ, હવાઈ સેવાને અસર

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર સહિત દેશના વિવિધ ભાગોમાં શિયાળાના કારણે ધૂમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિલ્હીનાં એરપોર્ટ વિસ્તારમાં ઘાઢ ધૂમ્મસનાં કારણે એરક્રાફ્ટ ઓપરેશન પણ ખોરવાઈ શકે છે. આ દરમિયાન દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક ઓફ ચાલુ રહે છે ત્યારે […]

દિલ્હી એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બની ધમકી!, 2 એરેસ્ટ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બ લઈ જવાની ધમકી આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરક્ષા તપાસ દરમિયાન ધમકી આપી હતી કે તેઓ ન્યૂક્લિયર બોમ્બ લઈ જઈ રહ્યા છે. તેના પછી ફ્લાઈટમાં દહેશત ફેલાય હતી. ઉતાવળે બંને પ્રવાસીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા અને તેમને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા […]

બેંગ્લોર અને દિલ્હી એરપોર્ટને દેશના શ્રેષ્ઠ એરપોર્ટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ્સ 2024 રજૂ કર્યા છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ‘વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ્સ’ની 4 આવૃત્તિમાં બેંગ્લોર અને દિલ્હી એરપોર્ટને સંયુક્ત રીતે વર્ષ માટે શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે. વિસ્તારાને બેસ્ટ એરલાઈન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. એર ઈન્ડિયાને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે જ્યારે એલાયન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code