1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બની ધમકી!, 2 એરેસ્ટ
દિલ્હી એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બની ધમકી!, 2 એરેસ્ટ

દિલ્હી એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બની ધમકી!, 2 એરેસ્ટ

0
Social Share

નવી દિલ્હી: દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બ લઈ જવાની ધમકી આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરક્ષા તપાસ દરમિયાન ધમકી આપી હતી કે તેઓ ન્યૂક્લિયર બોમ્બ લઈ જઈ રહ્યા છે. તેના પછી ફ્લાઈટમાં દહેશત ફેલાય હતી. ઉતાવળે બંને પ્રવાસીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા અને તેમને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ, આ સનસનાટીપૂર્ણ મામલો 5 એપ્રિલનો છે. તે સમયે ગુજરાતના રાજકોટના વતની જિગ્નેશ માલાની અને કશ્યપકુમાર લાલાની અમદાવાદ જનારી ફ્લાઈટમાં ચઢતા પહેલા સુરક્ષાકર્મીઓ દ્વારા તલાશી લેવાના મામલે નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે તમની સુરક્ષા તપાસ પહેલા થઈ ગઈ છે, તો ફરીથી શા માટે કરાય રહી છે. તેના પર તેમણે વાંધો વ્યક્ત કર્યો હતો.

તેના પછી બંનેએ સુરક્ષાકર્મીઓને સવાલ કર્યો હતો કે જો હું પરમાણુ બોમ્બ લઈ જાઉં તો તમે શું કરશે. આ સાંભળતા જ સુરક્ષાકર્મીઓએ તેને ઝડપી લીધો. તેને ફ્લાઈટમાંથી નીચે ઉતારીને પોલીસને સોંપવામાં આવ્યો. આ બંને વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે માલાની અને લાલાનીની ધરપકડ કરી લેવામાં આવી, કારણ કે તેઓ ખતરો પેદા કરી રહ્યા હતા.

પોલીસ ઉપાયુક્ત આઈજીઆઈ એરપોર્ટ ઉષા રંગાનીએ કહ્યું કે આ મામલાની તપાસથી ઉજાગર થયું કે બંને આરોપી નિર્માણ ક્ષેત્રમાં ઠેકાદેર છે. તેમણે કહ્યુ કે તેઓ ખરીદી સંદર્ભે એક વ્યાપારીક સહયોગીને મળવા માટે દિલ્હીના દ્વારકા ગયા હતા. એરપોર્ટ પ્રશાસનની ફરિયાદના આધારે એ બંનેને એરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. હાલ તેઓ બંનેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ગત મહીને માર્ચમાં પણ દિલ્હી એરપોર્ટ પર બોમ્બની અફવા સામે આવી હતી. આ મામલામાં દિલ્હી પોલીસે એક બાંગ્લાદેશી નાગરિકને એરેસ્ટ કર્યો હતો, જેણે ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાવી હતી. તેના માટે તેણે એક નકલી ઈમેલ કર્યો હતો. તેણે આવું એટલા માટે કર્યું હતું, જેથી તે ફ્લાઈટ રદ્દ થઈ જાય અને તેનો સાળો કોલકત્તા ન પહોંચી શકે.

આરોપી મોહમ્મદ નજરુલ ઈસ્લામે તેની પત્નીને ખોટું બોલીને લગ્ન કર્યા હતા. તે ચાહતો ન હતો કે તેનું સત્ય તેના સાળાની સામે આવે અને તેની પોલ ખુલી જાય. 27 ફેબ્રુઆરીએ દિલ્હી આઈજીઆઈ એરપોર્ટ સિક્યુરિટીને એક ઈમેલ મળ્યો હતો.તેમાં લખ્યું હતું કે દિલ્હીથી કોલકત્તા આવનારી ફ્લાઈટમાં એક યાત્રી વિસ્ફોટક પદાર્થ લઈને ચઢી ચુક્યો છે. સ્ટાન્ડર્ડ પ્રોસિઝર હેઠળ તપાસ કરીને જ્યારે મામલો કૉલ હોક્સ સાબિત થયો, તો ફ્લાઈટને જવા દેવામાં આવી હતી.

આઈજીઆઈ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી . તેના પહેલા પોલીસે એ પ્રવાસીઓની યાદી બનાવી જેમની ફ્લાઈટ મિસ થઈ હતી. પરંતુ પોલીસને અહીંથી કોઈ લીડ મળી નહીં. બાદમાં પોલીસ તે ઈમેલને ટ્રેક કરવાનું શરૂ કર્યું, જે મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ કોલકત્તાની એક હોટલના વાઈફાઈથી મોકલવામાં આવ્યો હતો.

તેના પછી પોલીસની ટીમ કોલકત્તા પહોંચી અને જઈને જાણકારી મેળવી કે ચાલીસ મહેમાન હતા અને તમામ બાંગ્લાદેશી નાગરિક હતા.પોલીસ તપાસમાં ત્યારે અડચણ આવી કે જ્યારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે હોટલના મહેમાનો દ્વારા તેમના ઈન્ટરનેટ ઉપયોગના ડેટાને અલગ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી. તેના પછી દિલ્હી પોલીસે તમામ 40 બાંગ્લાદેશી નાગરિકોની યાદી બનાવી હતી.

પોલીસે સૌને વેરિફાઈ કરવાનુ શરૂ કર્યું. તે વખતે દિલ્હી પોલીસને મોટી લીડ હાથ લાગી કે આ દિલ્હી કોલત્તા ફ્લાઈટથી અમરદીપ નામનો એક શખ્સ કોલકત્તા પહોંચ્યો અને પછી આ હોટલમાં આવીને તેણે નજરુલ ઈસ્લામ નામના બાંગ્લાદેશી સાથે મુલાકાત કરી હતી. તે આ હોટમાં એક માસથી રોકાયેલો હતો. પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code