Site icon Revoi.in

બ્રિટન કંપની દ્રારા સંચાલીત દિલ્હી સ્થિતિ વેક્સ હાઉસ થઈ શકે છે બંધ – સત્તાવાર રીતે જાહેરાત બાકી

Social Share

 

દિલ્હીઃ-દિલ્હીમાં આવેલું હાઇસ ઓફ વેક્સ કે જ્યા અનેક દેશના નેતાઓથી લઈને સેલિબ્રટિના મીણાન પુતણઆઓ આકર્ષણ બને છે, જ્યા મશહુર ક્રિકેટર સચિન તેંડુલકર,બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને દેશના લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદી સહિત અનેક આંતરરાષ્ટ્રીય  સેલેબ્રિટિઝની મીણની પ્રતિમા જોવા મળે છે, ત્યારે હવે  દિલ્હી ખાતેનું હાઉસ ઑફ વેક્સ બંધ થવાના ,માચાર મળી આવ્યા છે..

લંડનના જગવિખ્યાત મેડમ ટુસોડ્સ હાઉસ ઑફ વેક્સની પ્રતિકૃતિ સમાન આ હાઉસ ઑફ વેક્સનું સંચાલન લંડનની જ એક મર્લિન એન્ટરટેઇનમેન્ટ  કંપની દ્રારા કરવામાં આવે છે. અંગ્રજી મીડિયા પ્રમાણે દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલું હાઉસ ઑફ વેક્સ હંમેશ માટે બંધ કરવાનો નિર્ણય આ કંપની દ્રારા લેવામાં આવ્યો હતો, જો કે આ અંગે હજી સત્તાવાર રીતે  કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

મર્લિન એન્ટરટેઇનમેન્ટની ભારતીય શાખાના જનરલ મેનેજર અંશુલ જૈને આ માહિતીને સમર્થન આપ્યું હતું પરંતુ  તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, વેક્સ ઓફ પાઉસ બંધ કરવા બાબતે સત્તાવાર જાહેરાત લંડન સ્થિત કંપની હેડઓફીસ કરી શકે છે, હું માત્ર આ બાબતે સમર્થન આપી શકું તેથી વિશ્ષ કઈજ નહી.

ઉલ્લેખનીય છે કે, કનોટ પ્લેસમાં જે મકાનમાં હાઉસ ઑફ વેક્સ છે એ મકાનના માલિકે કહ્યું કે દિલ્હીમાં પર્યટકોને આકર્ષવાનું એક બળકટ માધ્યમ આ હાઉસ ઑફ વેક્સ હતું. એ દિલ્હીની બહાર જવાથી દિલ્હીના પર્યટન ઉદ્યોગને બહુ મોટું નુકસાન થશે.ભારતમાં મેડમ ટુસોડ્સના હાઉસ ઑફ વેક્સની લોકપ્રિયતા ઘણી છે.હવે આ વેક્સ હાઉસ દિલ્હીની બહાર સ્થિત કરવામાં આવી શકે છે ,

સાહિન-

Exit mobile version