Site icon Revoi.in

દિલ્હીના સીએમ કેજરીવાલે માટે સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ કેબિનેટમાં મંત્રી બનવા માટે એલજીને મોકલ્યા હતા

Social Share

દિલ્હીઃ- દિલ્હીના રાજકણમાં હાલ ઉથલપાઠલ મચવા પામી છે કેજરીવાલના મંત્રીની ધરપકડ બાદ દિલ્હીના સમાચાર હેડલાઈન બન્યા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.ને મંત્રીમંડળમાં મંત્રી બનવા માટે આપના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે  દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના મંત્રી મનીષ સિસોદિયા  અને સત્યેન્દ્ર જૈને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પણ બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધા છે. આવી સ્થિતિમાં કેજરીવાલે 2 નવા મંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છએ કે સુપ્રીમ કોર્ટે મંગળવારે સિસોદિયાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે ખોટું ઉદાહરણ સ્થાપિત કરશે. તેમના માટે અસરકારક વૈકલ્પિક ઉકેલો ઉપલબ્ધ હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.

સુત્રાએ આપેલી જાણકારી અનુસાર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ કેજરીવાલ સરકારમાં મંત્રી બનશે. આતિશીને પણ કેબિનેટમાં સ્થાન મળશે. અરવિંદ કેજરીવાલે આ બંનેને મંત્રી તરીકે નિયુક્ત કરવા માટે ફાઇલ એલજીને મોકલી દીધી છે.ઉલ્લેખનીય છે કે  સુપ્રીમ કોર્ટના ફટકા બાદ સીબીઆઈ હાથે ઝડપાયેલા મનીષ સિસોદિયાએ મંગળવારે બપોરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

ઉલ્લખનીય છે કે મનીશ સિસોદીયા પાસે  શિક્ષણ, નાણાં, આયોજન, જમીન અને મકાન, સેવાઓ, પ્રવાસન, કલા-સંસ્કૃતિ અને ભાષા, જાગૃતિ, શ્રમ અને રોજગાર, જાહેર બાંધકામ વિભાગ ઉપરાંત આરોગ્ય, ઉદ્યોગ, વીજળી, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી વિભાગ હતા છે. સિસોદિયા દિલ્હી સરકારમાં સૌથી પ્રભાવશાળી મંત્રી હતા. રાજ્ય સરકારના તમામ મુખ્ય મંત્રાલયો તેમની સાથે હતા. સિસોદિયા સીએમ કેજરીવાલના સૌથી વિશ્વાસુ નેતા છે. જ્યારે બીજી તરફ ત્યે,ન્દ્ર જૈનના છ પોર્ટફોલિયો પણ સિસોદિયા પાસે હતા. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ તેમના છ વિભાગો પણ સિસોદિયા સંભાળી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં આરોગ્ય મંત્રી હતા

Exit mobile version