Site icon Revoi.in

દિલ્હીના CM કેજરીવાલે ED સમક્ષ હાજર થવા માટે 12 માર્ચ પછીનો સમય માંગ્યો

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર આજે ED – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય. આપને જણાવી દઈએ કે, EDએ દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ મની લોન્ડરીંગ કેસ મામલે અરવિંદ કેજરીવાલને 27 ફેબ્રુઆરીએ 8મી સમન્સ મોકલીને આજે 4 માર્ચે હાજર થવાનું કહ્યું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ સમન્સ ગેરકાયદેસર છે. છતાં તેઓ જવાબ આપવા તૈયાર છે. તો હવે તેમણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માગી છે. ત્યારબાદ તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં સામેલ થશે.

 

Exit mobile version