Site icon Revoi.in

દિલ્હી: ડૉ એમ શ્રીનિવાસ AIIMSના નવા ડિરેક્ટર બનશે,રણદીપ ગુલેરિયાની લેશે જગ્યા

Social Share

દિલ્હી:એઈમ્સ દિલ્હીના નવા ડિરેક્ટર ડૉ એમ શ્રીનિવાસ હશે.તેઓ ડૉક્ટર રણદીપ ગુલેરિયાની જગ્યા  લેશે.શ્રીનિવાસ હાલમાં ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, હૈદરાબાદના ડીન હતા.

ડૉ. ગુલેરિયાનો કાર્યકાળ 24 માર્ચે પૂરો થવાનો હતો, પરંતુ તેમની મુદત ત્રણ મહિના વધારીને 24 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી હતી, કારણ કે વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ મુખ્ય પદ માટે ઉમેદવારોની ચકાસણી કરવાની પ્રક્રિયામાં હતી.

AIIMSના નવા ડિરેક્ટરના નામ પર અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.આ સમિતિના સભ્યોમાં દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગેશ સિંહ, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, બાયોટેકનોલોજી વિભાગના સચિવ રાજેશ એસ.ગોખલે, સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવન સામેલ છે.

AIIMS ના ડાયરેક્ટર તરીકે, ગુલેરિયાના કોરોનાને લગતા સૂચનોને લોકોએ સ્વીકાર્યા જ નહીં, પરંતુ ઘણી રીતે, ગુલેરિયાએ તેમની સ્પષ્ટતાથી મૂંઝવણને પણ દૂર કરી.ગુલેરિયા, વ્યવસાયે પલ્મોલોજિસ્ટ છે, તેમણે ફેફસાં પર પ્રદૂષણની ખરાબ અસરો વિશે પણ ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો છે.ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછતના મુદ્દે ગુલેરિયાના ઓક્સિજનની ઉણપના ટ્વિટ પર રાજકીય તીર પણ છોડવામાં આવ્યા હતા.