Site icon Revoi.in

દિલ્હી સરકારે ગણતંત્ર દિવસ સમારોહની કરી ઉજવણી- કહ્યું, ‘ટૂંક સમયમાં કોરોના પ્રતિબંધોમાંથી મળશે મૂક્તિ’

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જ્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્ર અને દિલ્હી કોરોનાથી વધુ રીતે પ્રભઆવીત છે જેને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે, જેમાં વિકેન્ડ કર્ફ્યૂ અને રાત્રી કર્ફ્યૂનો પણ સમાવેશ થાય છે, ત્યારે હવે નિષ્ણાંતોના મતે દિલ્હીમાં કોરોનાના કેસ પીકઅપ પર છે જેથી ટૂંક સમયામાં દૈનિક નોંધાતા કેસોની સંખ્યા ઘણી ઘટી શકે છે,

આ સ્થિતિ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ધ્વજ ફરકાવ્યા બાદ તમામ દેશ અને દિલ્હીવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે છેલ્લા બે વર્ષથી દેશ અને વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. દેશમાં અત્યારે ત્રીજી લહેર ચાલી રહી છે, પરંતુ દિલ્હીમાં આ પાંચમી લહેર છે અને કોરોનાને કારણે દિલ્હીના લોકોને સૌથી વધુ નુકસાન થયું છે.

આ દરમિયાન કેજરીવાલે જાહેરાત કરી કે ટૂંક સમયમાં જ અમે કોવિડ પ્રતિબંધો હટાવીને તમારા જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરીશું, તે દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજના દિલવસે કેજરીવાલે વધુમાં કહ્યું કે દિલ્હીના લોકો, અધિકારીઓ અને ડોક્ટરોએ જે ધીરજ સાથે આ મહામારીનો સામનો કર્યો છે તે પ્રશંસતાને કાબિલ છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાય છે, પરંતુ તેના લક્ષણો હળવા છે. 13 જાન્યુઆરીના રોજ, દિલ્હીમાં લગભગ 29 હજાર  કેસ હતા અને બીજી લહેરમાં પણ લગભગ એટલા જ કેસ હતા. જો કે હમણા કોરોના સામે સુવિધઆઓ વધુ છે.