Site icon Revoi.in

દિલ્હી:આજથી ફરી વધશે ગરમીનો પારો,21 મે થી રાહત મળવાની શક્યતા 

Social Share

દિલ્હી:રાજધાનીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિથી મળેલી રાહત બુધવારથી સમાપ્ત થઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી 24 કલાકમાં હવામાન ખુલતાની સાથે જ જોરદાર સૂર્યપ્રકાશ રહેશે અને ગરમીમાં વધારો થશે. જો કે, 21 મેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 23 મે સુધીમાં રાહત મળવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 41.1 ડિગ્રી સેલ્સિયસ વધુ અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આખો દિવસ સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત ચાલતી હતી. જેના કારણે ગરમીનું મોજુ હળવું રહ્યું હતું.હવામાં ભેજનું પ્રમાણ 27 થી 57 ટકા હતું. દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં સૌથી વધુ તાપમાન 44.6 અને નજફગઢમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી 24 કલાકમાં હવામાન ચોખ્ખું રહેવાથી મહત્તમ તાપમાન વધીને 43 અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. વિભાગે 20મી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે તાપમાનનો પારો 45 સુધી પહોંચે તેવી શક્યતા છે. જો કે, 21 મેના રોજ હવામાનની પેટર્ન બદલાશે અને વાવાઝોડાની સંભાવના છે.વિભાગના જણાવ્યા અનુસાર 23 મે સુધી વરસાદને કારણે ગરમીનું પ્રમાણ નરમ રહેશે.

 

Exit mobile version