Site icon Revoi.in

દિલ્હી હાઇકોર્ટનો આદેશ: કારચાલક એકલો જ કારમાં સવાર  હોય તો પણ માસ્ક પહેરવું જરુરી

Social Share

દિલ્હી – દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના વધતા જતા વ્યાપને લઈને તંત્ર ચિંતામાં છે,કોરોનાના વધતા કેસોને જોતાં દિલ્હી હાઈકોર્ટે આજરોજ બુધવારે પોતાના એક આદેશમાં એકલા કાર ચલાવનાર વ્યક્તિ માટે પણ માસ્ક પહેરવું જરુરી ગણાવ્યું છે.

માસ્ક પહેરવા બાબતે કોર્ટનું કહેવું છે કે જો કોઈ એક વ્યક્તિ એકલો જ કાર ચલાવતો હોય તો પણ અવશ્ય માસ્ક પહેરવું જોઈએ. માસ્ક કોવિડને બચવા માટે એક સુરક્ષા કવચનું કામ કરે છે.

ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહની સિંગલ બેંચે  આ નિર્ણય તે રિટ અરજીને ફગાવતા સંભળાવ્યો હતો જેમાં દિલ્હી સરકારના તે નિર્ણયને પડકાર આપવામાં આ્યો હતો જેમાં એકલજાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તે, એક રક્ષણાત્મક કવચ સાબિત થાય છે જે તેને પહેરનારા અને તેની આસપાસના લોકોનું પણ રક્ષણ કરે છે.

કોર્ટે કહ્યું કે વૈજ્ઞાનિકો અને વિદેશી સરકારો પણ માસ્ક પહેરવાની સલાહ કરે છે. આ મહામારીના ઘણા પડકારો છે અને માસ્ક પહેરવું જરુરી છે તે દરેક લોકો માટે કે જેમણે વેક્સિન લીધી હોય કે ન લીધી હોય. કોર્ટે કહ્યું કે કારને પણ સાર્વજનિક સ્થળ પણ માનવામાં આવશે, તેથી માસ્ક પહેરવું જરૂરી છે.

સાહિન-