Site icon Revoi.in

રેલ્વેનો મહત્વનો નિર્ણય, પ્રથમ સાત્વિક ટ્રેન બનશે ‘દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ’, યાત્રીઓને નહી મળે માસાહારી ભોજન

Social Share

દિલ્હીઃ- ભારતીય રેલ્વે વિભાગ પોતાના યાત્રીઓને અનેક સુવિધાઓ આપી રહ્યું છે, સમાયંતારે તે પોતાની સુવિધામાં અનેક પ્રકારના ફેરફારો પણ કરે છે ત્યારે હવે દિલ્હી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સાત્વિક ટ્રેન બનાવવાનો ભારતીય રેલ્વે વિભાગે મહત્વનો નિર્યણ લીધો છે.

આ નિર્ણય પ્રમાણે IRCTC અને સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વચ્ચે ટ્રેનોમાં કેટરિંગ સુવિધા આપવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત IRCTCએ વંદે ભારતથી સાત્વિક ટ્રેનો બનાવવાની શરૂઆત કરી છે. હવે ધીમે ધીમે અન્ય ધાર્મિક સ્થળોએ જતી અન્ય ટ્રેનોને પણ સાત્વિક બનાવવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવેથી દિલ્હી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રીઓને સાત્વિક ભોજન અપાશે એટલે કે તમામ યાત્રીઓને વેજ થાળી જ પીરસવામાં આવશે હવે થી આ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓને નોવેજનો સ્વાદ મળશે નહી ,હવે નોનવેજ આપવાનું આ ટ્રેનમાં બંધ કરી દેવાશે, આથી આ ટ્રેન દેશની પ્રથમ સાત્વિક ટ્રેન બની છે.આ  સાથે જ નોનવેજ લઈ જવા પર પ્રણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે જેથી સંપૂર્ણ પણે આટ્રેન સાત્વિક બની છે.

આ ટ્રેન સિવાય અન્ય ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં નોનવેજ ખાવા પર પ્રતિબંધ રહેશે. કારણ કે આ ટ્રેનોમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો એવા છે જેઓ ધાર્મિક યાત્રા પર હોવાથી મુસાફરી દરમિયાન સંપૂર્ણ સાત્વિક ભોજન કરવાનું પસંદ કરે છે. આ પછી સામાન્ય ટ્રેનોને પણ સાત્વિક  બનાવવાની કામગીરી હાથ ધરાશે.

આમ કરવા પાછળનું કારણ એ છે કે ઘણા યાત્રીઓ પ્યોર વેજ હોય છે ત્યારે તેઓ જમવાનું ટ્રેનમાંથી મંગાવે તો મનમાં ઘણી દૂવિધા રહે છે, કે શાકાહારી અને માસાહારીનું કિચન સાથે જ હશે કે અલગ હશે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઘાર્મિક યાત્રા પર જતી ટ્રેનમાં નોનવેજ ભઓજન અપાશે નહી અને સાથે લઈ જવાદેવામાં પણ નહી આવશે,વંદે ભારત ટ્રેનને સાત્વિકનું પ્રમાણપત્ર આપવામાં આવે તે પહેલાં ઘણી બધી પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી છે. જેમાં રસોઈ બનાવવાની પદ્ધતિ, રસોડું, પીરસવાના અને પીરસવાના વાસણો, રાખવાની રીતની તપાસ કરવામાં આવી હતી. તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી જ પ્રમાણપત્ર આપવામાં આવે છે.