Site icon Revoi.in

દિલ્હી:LGની મોટી કાર્યવાહી,તત્કાલીન એક્સાઇઝ કમિશનર સહિત 11 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ  

Social Share

6 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હીમાં શરાબ નીતિને લઈને કેજરીવાલ સરકાર અને એલજી વીકે સક્સેના વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.શનિવારે જ્યાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પૂર્વ એલજી અનિલ બૈજલ પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના તત્કાલિન આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણ સહિત 11 અધિકારીઓને એક્સાઇઝ નીતિના અમલીકરણમાં ભૂલો બદલ સસ્પેન્ડ કરી દીધા છે.બીજેપી સાંસદ મનોજ તિવારીએ એલજીના આ નિર્ણયને આવકાર્યો છે, તો બીજેપી નેતા સંબિત પાત્રાએ કહ્યું કે,અરવિંદ કેજરીવાલએ નવી શરાબ નીતિમાં ભૂલ કરી છે. જ્યારે એલજીએ નિયમોનુસાર કાર્યવાહી કરી છે.

એલજી વીકે સક્સેનાએ શનિવારે કાર્યવાહી કરતા દિલ્હીના તત્કાલીન આબકારી કમિશનર અરવા ગોપી કૃષ્ણા અને તત્કાલીન ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી સામે સસ્પેન્શન અને અનુશાસનાત્મક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.આ સાથે જ એક્સાઈઝ વિભાગના અન્ય 9 અધિકારીઓ સામે સસ્પેન્શનના આદેશ આપવામાં આવ્યા છે.

સંબંધિત સત્તાવાળાઓ તરફથી આબકારી નીતિના અમલીકરણમાં ગંભીર ક્ષતિને ધ્યાનમાં રાખીને LGએ આ આદેશ લીધો છે. આમાં ટેન્ડરિંગમાં અનિયમિતતા શોધવા અને પસંદ કરેલા વિક્રેતાઓને ટેન્ડર પછીના લાભો આપવાનો સમાવેશ થાય છે.