Site icon Revoi.in

દિલ્હી-NCRમાં કોરોનાનો કહેર -દિલ્હીની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત,શાળા બંઘ કરાઈ

Social Share

દિલ્હીઃ- જ્યાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી ચે ત્યારે બીજી તરફ દેશના કેટલાક વિસ્તારમાં કોરોનાના કેસ ફરીથી વધતા જોવા મળી રહ્યા છે. જેમાં ગાઝિયાબાદ અને નોઈડાની સ્કુલોના વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા બાદ હવે દિલ્હીની સ્કપલોની સ્થિતિ પણ કંી એવી જોવા મળી રહી છે કે જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે છેવટે શાળા બંધ કરવાની ફરજ પડી છે.

હવે  NCRની શાળાઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ દિલ્હીની શાળાઓએ તકેદારી વધારી છે. શાળાઓ એક્શનમાં આવી ગઈ છે અને કોવિડ પ્રોટોકોલને અનુસરવા પર ભાર આપવાનું શરૂ કર્યું છે, જ્યારે માતાપિતાને રીમાઇન્ડર પણ મોકલવામાં આવી રહ્યા છે.

NCRની શાળાઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ હવે દિલ્હીની શાળાઓમાં પણ કેસ સામે આવી રહ્યા છે. ગંગારામ રોડની જાણીતી ખાનગી શાળાના શિક્ષક સંક્રમિત થયા છે. તકેદારી લેતા મેનેજમેન્ટે શાળા બંધ કરી દીધી છે. શાળા પ્રશાસનને મંગળવારે એક શિક્ષકને સંક્રમણ લાગ્યું હોવાની માહિતી મળી, તેથી બુધવારે શાળા બંધ રહી. હજુ સુધી અન્ય કોઈ શિક્ષક અને વિદ્યાર્થીમાં ચેપનો કોઈ કેસ નોંધાયો નથી. હવે સોમવારે શાળા ખુલશે. તે જ સમયે, દક્ષિણ દિલ્હીની એક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ચેપ લાગવાની માહિતી સામે આવી છે. આ શાળા પણ હાલ પુરતી બંધ છે.

શાળાના મેનેજમેન્ટેના જણઆવ્યા મુજબ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. વર્ગખંડોમાં કોવિડ પ્રોટોકોલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19 વિશે માહિતી આપીને જ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. DAV સ્કૂલ, મૌસમ વિહારના પ્રિન્સિપાલ વંદના કપૂરે કહ્યું કે અમને કોવિડ પ્રોટોકોલને અનુસરવા માટે પહેલેથી જ મળી રહ્યું છે. શાળા દ્વારા સમયાંતરે વાલીઓને પરિપત્ર મોકલવામાં આવે છે. જેમાં તેને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા પર ધ્યાન આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

દિલ્હીમાં કોરોના સંક્રમણનો ફેલાવો ફરી વધી રહ્યો છે. 4 માર્ચ પછી પ્રથમ વખત રાજધાનીમાં સૌથી વધુ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. બુધવારે આરોગ્ય વિભાગે જણાવ્યું કે છેલ્લા એક દિવસમાં 299 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. અગાઉ 4 માર્ચે 300 થી વધુ કેસ નોંધાયા હતા, પરંતુ તે પછી તેમની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.