Site icon Revoi.in

દિલ્હીમાં ચાલી રહેલી SCO કોન્ફરન્સમાં ગેરહાજર રહ્યું પાકિસ્તાન, ખાલી રહી ખુરશી

Social Share

પાકિસ્તાન એસસીઓનું સદસ્ય છે, માટે તેને કોન્ફરન્સ માટે આમંત્રિત કરાયું હતું

એસસીઓના નેજા હેઠળ ભારતમાં આયોજીત થનારો આ પહેલો સૈન્ય સહયોગ સમારંભ

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાને દિલ્હીમાં ચાલી રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની પહેલી સૈન્ય સહયોગ મીટિંગનો બહિષ્કાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન એસસીઓનું સદસ્ય છે. માટે તેને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યું હતું. એસસીઓના ભારત, ચીન, કજાકિસ્તાન,કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તજાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સદસ્ય છે.

ભારત 2017માં આ સંગઠનમાં સામેલ થયું હતું અને એસસીઓ હેઠળ ભારતમાં આયોજીત થનારો આ પહેલો સૈન્ય સહયોગ સમારંભ છે. એસસીઓ સંરક્ષણ સહયોગ યોજના 2019-20ના સહયોગથી મિલિટ્રી મેડિસિન પર બે દિવસીય કોન્ફરન્સ 12 અને 13 સપ્ટેમ્બરે આયોજીત થઈ રહી છે.

સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ છે કે હેડક્વાટર્સ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટોકના તત્વાધાનમાં ભારતીય સશસ્ત્ર સેના તરફથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યુ છે કે કોન્ફરન્સનો ઉદેશ્ય મિલિટ્રી મેડિસિન, ક્ષમતાઓનું નિર્માણ કરવું અને સામાન્ય પડકારોનો સામનો કરવાના ક્ષેત્રમાં સૌથી સારા અભિયાનને શેયર કરવાનો છે.

ભારતીય સશસ્ત્ર સેના રેડિ એક્શન મેડિકલ ટીમને પ્રદર્શિત કરશે અને નવી દિલ્હીના આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં અલગ-અલગ પ્રતિસ્પર્ધી દેશોના વિશેષજ્ઞોના ડેલિગેશનો માટે એક ટૂરનું આયોજન કરશે. ભારતના પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકા પણ વાટાઘાટોમાં ભાગીદાર તરીકે આ કોન્ફરન્સમાં સામેલ થઈ રહ્યા છે.