Site icon Revoi.in

દિલ્હી:સિક્કિમ પોલીસ જવાને તેના 3 સાથીઓને ગોળી મારી,બેના ઘટનાસ્થળે જ મોત  

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં સિક્કિમ પોલીસના એક જવાને પોતાના જ ત્રણ સાથીઓને ગોળી મારી દીધી છે. જેમાંથી બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક ઘાયલ છે, તેને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના રોહિણી સ્થિત હૈદરપુર પ્લાન્ટની છે.

આ ઘટનાને અંજામ આપવાનો આરોપ લાન્સ નાઈક પ્રવીણ રાય પર લાગ્યો છે, જેની પોલીસે ધરપકડ કરી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબાર પરસ્પર ઝઘડાને કારણે થયો હતો.

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક જવાન દ્વારા તેના સાથીદારો પર ગોળીબારની ઘટના પણ નોંધાઈ હતી, જ્યાં એક કેમ્પમાં ભારત-તિબેટિયન બોર્ડર પોલીસના એક જવાને શનિવારે  તેના ત્રણ સાથીદારોને ગોળી મારીને ઘાયલ કર્યા હતા અને ખુદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,આ ઘટના જિલ્લાના દેવિકા ઘાટ સમુદાય કેન્દ્રમાં બપોરે 3.30 વાગ્યે બની હતી. ITBPના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર સિંહે તેના સહયોગીઓ પર ગોળીબાર કર્યો, જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયા.

 

 

Exit mobile version