Site icon Revoi.in

G-20 સમિટને લઈને દિલ્હી ફૂલોથી શણગારાશે, 6.75 લાખ ફૂલો વઘારશે દિલ્હીના માર્ગોની શોભા

Social Share

દિલ્હીઃ-  આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે ભારત જી 20ને લઈને હવે દિલ્હી પણ સજ્જ થઈ ગયું છે. સપ્ટેમ્બરની 9 અને 10 તારીખે જી 20 સમિટ દિલ્હીમાં યોજાવા જઈ રહી છે ત્યારે દિલ્હીમાં ત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે દિલ્હીને ફૂલોથી સજાવવાની તૈયારીઓ પણ થઈ રહી છે.

જાણકારી પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી જી 20 સમિટ દરમિયાન, 61 રસ્તાઓ અને સ્થળો પર ફૂલો અને પાંદડાઓથી શણગારેલા 6.75 લાખ ફૂલના વાસણો સ્થાપિત કરવામાં આવશે. રાજ નિવાસના અધિકારીઓએ  આ માહિતી આપી હતી.

માહિતી પ્રમાણે પોટેડ પ્લાન્ટ્સથી સુશોભિત સ્થાનોમાં સરદાર પટેલ માર્ગ, મધર ટેરેસા ક્રેસન્ટ, તીન મૂર્તિ માર્ગ, ધૌલા કુઆન-આઈજીઆઈ એરપોર્ટ રોડ, પાલમ ટેકનિકલ વિસ્તાર, ઈન્ડિયા ગેટ સી-હેક્સાગોન, મંડી હાઉસ, અકબર રોડ ગોલ ચક્કર, દિલ્હી ગેટ, રાજઘાટ અને ITPO સામેલ છે.

 દિલ્હીના લેફ્ટન ગવર્નર વી.કે. સક્સેનાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ અભિયાન ચલાવનાર એજન્સીઓને ઓળખવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી અને તેમને તેમની પોતાની નર્સરીમાંથી ચોક્કસ સંખ્યામાં છોડ/પોટ્સ ખરીદવાનું કાર્ય સોંપ્યું છે.. લેફ્ટનન્ટ ગવર્નરે રવિવારે પાલમ એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “અમે આગામી G-20 સમિટ માટે વિવિધ દેશોના રાજ્ય અને સરકારના વડાઓનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ. 

જાણકારી પ્રમાણે  રાજઘાનીના 61 રસ્તાઓ પર પાંદડાના ગુચ્છો સાથે 4.05 લાખ પોટ્સ પહેલેથી જ સ્થાપિત કરવામાં આવ્યા છે, બાકીના કુંડામાં ફૂલોના છોડ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સ્થાપિત કરવામાં આવશે, જેથી G-20 સમિટ દરમિયાન છોડ સંપૂર્ણ રીતે ખીલી શકે