Site icon Revoi.in

દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ -ફરી નિર્માણકાર્ય, અને ડિમોલેશન પર લગાવાઈ રોક

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી બાદ આસપાસના રાજ્યોમાં પરાળી સળગાવાને કારણે ખરાબ શ્રેણીમાં નોંધાતી હોય છે જો કે થોડા દિવસની રાહત બાદ ફરી વિતેલી સાંજે દિલ્હીની આબોહવાની ગુણવત્તા ખરાબ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાને કારણે ફરીખથી નિર્માણકાર્યો પરપ્રતિબંધો લાગૂ કરાયા છે. જે પ્રમાણએ પુનઃનિર્માણ અને બિલ્ડિંગ તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. AQI ગંભીર શ્રેણીમાં નોંધાયા બાદ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને વિતેલા દિવસને રવિવારે આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં રવિવારે 400નો AQI નોંધાયો હતો, જે શનિવારે નોંધાયેલા AQI કરતાં વધુ ખરાબ હતો.

ઉલ્લેખનીય છે કે વિતેલા  મહિને પણ, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં આવશ્યક પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે લોકોને આબોહવા ખરાબ શ્રેણીમાં નોંધાતા શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી આ સાથે જ જાણે વાતાવરણમાં ઘુમાડાની ચાદરો ફેલાઈ હતી. ત્યારે હવે  ફરી એક વખત બગડતી હવાની ગુણવત્તાને જોતા આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.