Site icon Revoi.in

ડેલ્ટા વેરિએન્ટે હવે ઈન્ડોનેશિયામાં કહેર મચાવ્યોઃ સંક્રમિતોની સંખ્યા વધતા ઓક્સિજનની અછત સર્જાઈ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોના માહામારી બાદ હવે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટોનો ભય જોવા મળી રહ્યો છે,કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયામાંક લાવી દીધો છે. વિતેલા અઠવાડિયા દરમિયાન સંક્રમિત દર્દીઓમાં અચાનક વધારાને લીધે, ઓક્સિજનનું સંકટ સર્જાયું છે અને 60 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઇન્ડોનેશિયાની સરકારે કહ્યું કે કોરોના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિતોની લોકોની ઝડપથી વધી રહી છે.મહામારીના આ જોખમ જોતા શનિવારે જાવા અને રાજધાની દકાર્તામાં સંક્રણને ફેલાતુ અટકાવવા તાત્કાલિક માટે લોકડાઉન લાગુ કરાયું છે.જાવાની સારદજીતો હોસ્પિટલમાં, શનિવાર અને રવિવારની વચ્ચે ઓક્સિજનની અછતને કારણે 63 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ઓક્સિજનની માંગ સતત વધી રહી છે, હોસ્પિટલે અતિરિક્ત ઓક્સિજન માંગ્યું હતું પરંતુ સપ્લાય થઈ શક્યું નથી.

કોરોના મહામારી પર નજર રાખતા મંત્રાલયે ઔધોગિક એકમોને મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા જણાવ્યું છે જેથી દૈનિક 800 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય થઈ શકે.ઇન્ડોનેશિયાના આરોગ્ય પ્રધાન બુદી ગુનાદી સાદિકિએ આ મામલે કહ્યું છે કે રજાઓ અને તહેવારો પછી સંક્રમણના કેસો ઝડપથી વધી ગયા છે. કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ફક્ત બાળકોને જ નહી પરંતુ તમામ ઉંમરના લોકોને ભોગ બનાવી રહ્યો છે. પાછલી લહેરની તુલનામાં, આ સમયે બાળકો અને પુખ્ત વયના લોકોમાં સંક્રમણનો દર વધુ ઝડપી છે.

આ મહામારીની સ્થિતિને જોતા હવે ઇન્ડોનેશિયાએ પણ અન્ય દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ફક્ત તે જ લોકોને મંજૂરી મળી રહી છે જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે અને આરટી-પીસીઆરનો રિપોર્ટ જેમનો નેગેટિવ હોય, સત્તાવાર મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ દરેકને આઠ કલાક માટે ક્વોરોન્ટાઈન રહેવું ફરજિયાત છે.