Site icon Revoi.in

ગુજરાત સરકારના કર્મચારીને કેન્દ્રના ધોરણે 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા મંડળની માગણી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. એટલે કે જ્યાકે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને 4 ટકા મોંઘવારી ભથ્ની જાહેરાત કરાયા બાદ ગુજરાત સરકારે હજુ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી. આ અંગે ગુજરાત રાજય કર્મચારી મંડળે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી જુલાઈ 2023ની અસરથી મોંઘવારી ભથ્થુ ચાર ટકા લેખે જાહેર કરવા રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્ય કર્મચારી કર્મચારી મંડળે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકારને ભારત સરકારને અનુરૂપ રાજય સરકારના કર્મચારીઓને પગાર અને મોંઘવારી ભથ્થુ ચુકવવા બંધાયેલ છે. કેન્દ્ર સરકારે માહે 1 જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થુ 4 ટકા લેખે તા.19/10/2023ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે. રાજય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકાર દ્વારા ઓકટોબર મહિનામાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની જાહેરાત કરી હતી. ઓકટોબરમાં આ જાહેરાત બાદ દેશમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત 42%થી વધીને 46% થઈ ગઈ છે.  જે રાજય સરકારના કર્મચારીઓને ભારત સરકારના ધોરણે આપવામાં આવતી મોંઘવારી ભથ્થુ માહે 1 જુલાઈ 2023તી જાહેરાત કરવામાં આવેલ નથી.  દેશના અન્ય રાજયોમાંથી પણ ડીએમાં 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરવામાં આવી છે 1 જુલાઈ 2023થી રાજય સરકારના અધિકારી/ કર્મચારીઓ બોર્ડ નિગમ- મહાનગર પાલિકાઓ યુનિવર્સિટીના કર્મચારીઓને હાલની મોંઘવારી દરમ્યાન પેટ્રોલ ડીઝલ ખાદ્યતેલ તથા કઠો સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થયેલ છે.  જેના કારણે રાજય સરકારના કર્મચારીઓન આર્થિક સ્થિતિ નબળી પડી છે. આથી રાજય સરકાર દ્વારા કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારની જેમ 4 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવાની માગ કરવામાં આવી છે