1. Home
  2. Tag "Demand"

અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. […]

જમીન વિવાદોના નિકાલ માટે રેવન્યુ જ્યુડિશિયલ સર્વિસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, 31 માર્ચ 2026: ભારતમાં જમીન સંબંધિત વિવાદોના ઝડપી અને સચોટ નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, જમીનના કેસો ચલાવવા માટે ખાસ ‘રેવન્યુ જ્યુડિશિયલ સર્વિસ’ની સ્થાપના કરવામાં આવે. એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, દેશના […]

સંસદમાં ડેટા રોલઓવરની માંગ ઉઠી, રાઘવ ચઢ્ઢાએ મોબાઈલ વપરાશકારોનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 23 માર્ચ 2026: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન દેશના કરોડો મોબાઈલ યૂઝર્સના હિતમાં એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે મોબાઈલ યૂઝર્સનો જે ડેટા વપરાયા વગરનો બાકી રહે છે, તેને આગલા દિવસે વાપરવાની મંજૂરી મળવી જોઈએ. આ સાથે જ તેમણે યૂઝર્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર […]

મુંબઈ એરપોર્ટ ઉપર મુસ્લિમ ટેક્સી ચાલકો નમાજ અદા નહીં કરી શકે

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: મુંબઈ એરપોર્ટ ખાતે મુસ્લિમ ટેક્સી ચાલકોને નમાજ અદા કરવાની માંગણી સુરક્ષાના કારણોસર ના મંજુરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ એરપોર્ટની બહાર શેડમાં નમાજ પઠવા માટે મંજુરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જો કે, મુંબઈ હાઈકોર્ટએ વૈકલ્પિક સ્થાન શોધવા માટે વિચાર કરવા માટે કહ્યું છે, પરંતુ સુરક્ષાને કારણોસર […]

રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવા ભાજપના સાંસદે કરી માંગણી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કેરલનું નામ કેરલમ કરવાની કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપ્યા બાદ હવે દિલ્હીના ચાંદની ચોકના ભાજપના સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવાની વિચારણા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીનું નામ બદલવાની […]

ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યસભામાં પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ કરી

પટના, 04 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ ઉઠાવી. તેમણે તેને ફક્ત નામ પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાવાના પ્રતીક તરીકે વર્ણવ્યું. ‘ભૂતકાળથી પ્રેરિત વિકસિત ભારતનો માર્ગ’ ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રપતિના નિવેદનનો ઉલ્લેખ કર્યો […]

I-PAC દરોડા પ્રકરણ: પશ્ચિમ બંગાળના DGPને સસ્પેન્ડ કરવાની સુપ્રીમ કોર્ટમાં માંગ

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને પ્રતીક જૈનના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી સર્ચ બાદ શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી […]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા વાલીઓએ કર્યો સૂત્રોચ્ચાર

છેલ્લા એક મહિનાથી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, ઓનલાઈન શિક્ષણ માટે સતત મોબાઈલ ફોનને લીધે બાળકોની આંખોને નુકસાન, ડીઈઓ કહે છે, કમિટીના રિપોર્ટ બાદ શાળા સરૂ કરવા નિર્ણય લેવાશે, અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થડે સ્કૂલમાં એકાદ મહિના પહેલા સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવને પગલે લોકોમાં સ્કૂલના મેનેજમેન્ટ સામે […]

ઇથેનોલ મુક્ત પેટ્રોલની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (EBP-20) લાગુ કરવાની કેન્દ્રની યોજનાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં લાગુ કરવામાં આવેલી નીતિમાં કોઈ દખલ કરવામાં આવશે નહીં. અરજદારે દલીલ કરી હતી કે આ નિર્ણય લાખો વાહનચાલકોને તેમના વાહનો માટે રચાયેલ ન હોય તેવા ઇંધણનો […]

દહીંવાળા બટાટાનું શાક એકવાર ટ્રાય કરો, પરિવારજનો વારંવાર બનાવવાની કરશે ડિમાન્ડ

જો તમે ઓછા તેલમાં સ્વસ્થ અને સ્વાદિષ્ટ શાક બનાવવા માંગતા હો, તો દહીંવાલા બટાટા તમારા માટે યોગ્ય છે. આ ક્રિસ્પી અને મસાલેદાર દહીંઆલૂ માત્ર થોડી મિનિટોમાં તૈયાર થઈ જાય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે તમારે વધારે તેલની જરૂર નથી, છતાં તેનો સ્વાદ અને સુગંધ બિલકુલ શેરી શૈલી જેવી જ રહેશે. તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code