Site icon Revoi.in

‘પુષ્પા’ની સફળતા બાદ અલ્લુ અર્જૂનની ડિમાન્ડ વધી – ‘અટલી’ ફિલ્મના મેકર્સે 100 કરોડની ઓફર આપી

Social Share

 

દિલ્હીઃ- તાજેતરમાં સાઉથની ફિલ્મનો બદબદો જોવા મળ્યો છે, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ સફળ થયા બાદના આટલા દિવસો પછી પણ તેના સોંગ સપુર હીટ જઈ રહ્યા છે, આ સાથે જ અલ્લુના ચાહકોની સંખ્યામાં ઓર વધારો થયો છે, ત્યારે હવે અપકમિંગ ફિલ્મો માટે અર્જૂની ડિમાન્ડ પણ વધી છે.

પુષ્પા ફિલ્મ  આ ફિલ્મ રણવીર સિંહની મલ્ટિસ્ટારર ફિલ્મ 83 સાથે રિલીઝ થઈ હતી છત્તા અલ્લુની ફિલ્મએ બાજી મારી હતી.મોટાભાગના દર્શકોએ 83માં જવાને બદલે અલ્લુ અર્જુનની પુષ્પા જોવા જવાનું નક્કી કર્યું અને આ જ કારણ છે કે આ ફિલ્મને આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પુષ્પા બ્લોકબસ્ટર્ડ થયા બાદ આગામી ફિલ્મ એટલીના નિર્માતાઓએ અલ્લુ અર્જુનનો સંપર્ક કર્યો અને તેને મેન રોલ ઓફર કર્યો હતો. અલ્લુ હવે આ પૈન આન્ડિયા પ્રોજેક્ટનો ભાગ બનશે. 2.0 અને દરબાર જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર લાયકા પ્રોડક્શન્સ આ ફિલ્મનું નિર્માણ સંભાળી રહી છે. લાયકાની ગણતરી સાઉથની ફિલ્મો બનાવતા સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાં થાય છે અને જો રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુનને એટલી માટે 100 કરોડ રૂપિયાની ફી ઓફર કરવામાં આવી છે.

પુષ્પા ફિલ્મમાં માત્ર અલ્લુ અર્જુનની એક્ટિંગ વખાણને લાયક નથી પરંતુ તેના ડાયલોગ્સ અને સોંગ પણ સુપર હિટ રહ્યા છે. સોશિયલ મીડિયા પરહ હાલ અલ્લુની ફિલ્મ પુ।ષ્પાનો ડોયલોગ મેં ઝુકેગાં નહી સુપર ડૂપર હિટ થી રહ્યો છે, તો સાથે જ સામી સામી સોંગ અને ઓ અટાં આ વાવા સોંગ પણ સુપર જઈ રહ્યું છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો પુષ્પાએ અત્યાર સુધીમાં દુનિયાભરમાં 250 કરોડનો બિઝનેસ કર્યો છે.