Site icon Revoi.in

રતન ટાટાએ પોતાના માટે ભારત રત્નની માંગ કરતા લોકોને અપીલ કરતા કહ્યું ‘આવી ઝુંબેશ બંધ કરવામાં આવે’

Social Share

દિલ્હીઃ- ભારતીય ઉદ્યોગપતિમાં રતન ટાટા જાણીતુ નામ છે, દાતા અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાને ભારત રત્ન મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે તેમણે મોન તોડ્યું છે, ઉદ્યોગપતિએ હવે તેમનાટ્વિટર પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું લોકોની ભાવનાઓની પ્રશંસા કરું છું, પરંતુ આવા અભિયાનો બંધ કરવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ટ્વિટર પર એક વિભાગ ભારપૂર્વક ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ માટે એક  મોટૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાનને રોકવાની અપીલ કરતાં ટાટાએ ટ્વિટ કર્યું હતું કે, સોશિયલ મીડિયા પર એક વિભાગ દ્વારા એવોર્ડ માટે વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓની હું પ્રશંસા કરું છું, પરંતુ હું નમ્રતાથી અપીલ કરું છું કે આવી ઝુંબેશ બંધ કરવામાં આવે. હું મારી જાતને ભારતીય તરીકે ભાગ્યશાળી માનું છું અને ભારતની પ્રગતિ અને સમૃદ્ધિમાં ફાળો આપવા માટે સક્ષમ છું.

ઉલ્લેખનીય છે કે, રતન ટાટાને ભારત રત્ન પુરસ્કાર આપવાની માંગ ટ્વિટર પર ત્યારથી શરુ થી હતી જ્યારથી મોટિવેશનલ સ્પિકર ડો,વિવેક બિન્દ્રાએ તેમને ભારત રત્ન આપવાની માંગ સાથેની ટ્વિટ કરી હતી.

આ બાબતે ડોક્ટર નિન્દ્રાએ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે,રતન ટાટા નું માનવું  છે કે આજની ઉદ્યોગ સાહસિક પેઢી ભારતને આગલા સ્તર પર લઈ જઈ શકે છે. અમે ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન એવોર્ડની માંગ કરીએ છીએ. અમારા અભિયાનમાં જોડાઓ અને શક્ય તેટલું આ ટ્વીટને રીટ્વીટ કરો. આ પછી રતન ટાટા અને ભારત રત્ન ફોર રતન ટાટા હેશટેગ્સ ટોપ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે

સાહિન-