Site icon Revoi.in

નવરાત્રીમાં ચણિયાચોળીની ડિમાન્ડ ઘટી, આ વખતે વિદેશથી પણ ચણિયાચોળીના ઓર્ડર મળ્યા નહીં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે. આજથી  મા જગદંબાની આરધાના કરવાનું પર્વ નવલા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો  છે, ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. આ વખતે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજાવાના નથી. માત્ર સોસાયટીઓમાં જ શેરી ગરબા યોજાશે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ચણિયાચાળી બજારમાં ઘરાકી નિકળી હતી. પણ સામાન્ય રીતે નવરાક્ષી અગાઉ જે ખરીદી માટે ભીડ જોવા મળતી હતી તેવી ભીડ નહતી. એટલું જ નહીં. ચણિયા ચાળી વેચતા વેપારીઓને જણાવ્યા મુજબ આ વખતે ચણિયાચાળીની નવી વેરાઈટી જોવા મહિલાઓ આવે છે, પણ ખરીદતા નથી. ચણિયાચાળીનો વેપાર હવે પહેલા જેવા રહ્યો નથી.

રાજકોટમાં ચણિયાચાળી વેચતા વેપારીઓએ જણાવ્યું હતું કે,અર્વાચીન ગરબાને કારણે દર વર્ષે શહેરમાં ચણિયા-ચોળીમાં 40 કરોડનો વેપાર થતો હતો. પરંતુ આ વર્ષે પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબા બંધ રહેતાં વેપાર 20 કરોડ થાય એવી સંભાવના છે. બીજી તરફ, ગ્રાહકો સસ્તાં ચણિયા-ચોળી માગી રહ્યા છે તેમજ અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓના ઓર્ડર પણ ઘડ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણની ભીતિએ અર્વાચીન રાસ પર પ્રતિબંધ લગાવી પ્રાચીન ગરબીઓ યોજવા જ છૂટ અપાઈ છે. ત્યારે એની અસર બજારમાં થતી ખરીદી પર પણ જોવા મળી છે અને યુવતીઓમાં ચણિયા-ચોળીના સ્થાને ધોતી-કેડિયાનો ક્રેઝ વધ્યો છે. જ્યારે યુવકો પણ કેડિયા અને કુર્તા વધુ પહેરે છે. જોકે કોરોનાના ચેપના ડરે જૂજ લોકો ડ્રેસ ભાડે લઇ રહ્યા છે. છેલ્લાં 20 વર્ષથી ચણિયા-ચોળી બનાવતા વેપારીએ  જણાવ્યું હતું કે નવરાત્રિમાં રાજકોટ-અમદાવાદમાં મોટે ભાગે ચણિયા-ચોળી બને છે, જેમાં બોર્ન બેબીથી એડલ્ટ સુધીના નવરાત્રિ ડ્રેસ રાખીએ છીએ. આજથી માતાજીનાં નોરતાં શરૂ થઇ રહ્યાં છે, જેને લઈ એકાદ અઠવાડિયાથી બજારમાં ખરીદીનો માહોલ છે, પણ આ વખતે અર્વાચીન રાસ બંધ હોવાથી મોટી સાઈઝનો સ્ટોક પડ્યો રહ્યો છે અને નાની સાઈઝનો ક્રેઝ છે. બીજીબાજુ ગ્રાહકો સસ્તું જ વધુ માગે છે. અર્વાચીન રાસોત્સવ બંધ હોવાને લીધે ભારે વસ્તુઓની માગ ઓછી છે. હાલ ગર્લ્સ માટેના ડ્રેસની રૂ.300થી રૂ.1500 અને બોયઝમાં રૂ.300થી રૂ.1000 સુધીની કિંમત છે. આ વખતે કોરોનાને હિસાબે ખરીદી ઘટી છે, છેલ્લાં બે વર્ષથી પડેલો સ્ટોક પણ હાલ નીલ થઇ ગયો છે. ઉપરાંત

ઓસ્ટ્રેલિયા, યુ.કે., યુ.એસ.એ. અને દુબઈમાં રહેતા ગુજરાતી પરિવારો ચણિયા-ચોળી લઇ જાય છે, પરંતુ હાલ આવા ઓર્ડર પણ ઘટ્યા છે. જોકે છેલ્લાં બે વર્ષથી વેપાર બંધ હતો, એને બદલે ચાલુ વર્ષે વેપાર શરૂ થતાં વેપારીઓ ખુશ છે.

Exit mobile version