Site icon Revoi.in

તિરુપતિ ખાતે આયોજીત ‘ગો મહાસમ્મેલન’ માં બાબા રામદેવે ગૌમાતા ને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની કરી માંગ 

Social Share

 

દિલ્હીઃ- ગાયને આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે માતા ગણવામાં આવે છે, ગાયની પૂજા પમ કરવામાં આવે છે,ત્યારે ઘણી વખત દેશમાં ગૌપક્ષકો દ્રાવા ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાકરીની માંગ કરવામાં આવી ચૂકી છે.ત્યારે યોગ ગુરુ અને પતંજલિ પીઠમના વડા એવા બાબા રામદેવે એ પણ ‘ગોમાતાને’ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી છે.

વિતેલા દિવસને રવિવારના રોજ બાબા રામદેવે આંધ્રપ્રદેશના તિરુપતિમાં મહાતી ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા  હતા તે સમયે તેમણે આ માંગણી કરી હતી.

યોગ ગુરુએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તેમને ટીટીડી ગો મહા સંમેલન કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે “હિન્દુ ધાર્મિક પ્રચાર” માટેના અન્ય ટિટિડી કાર્યક્રમો અને ખાસ કરીને ટિટિડી પ્રમુખ વાયવી સુબ્બા રેડ્ડીના પ્રયાસોની પણ પ્રશંસા કરી.

આંધ્રપ્રદેશના તિરુપતિમાં મહાતી ઓડિટોરિયમમાંટિટિડી  દ્વારા આયોજિત બે દિવસીય ‘ગો મહાસંમેલન’ના સમાપન સમારોહને સંબોધતા બાબા રામદેવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગાયને રાષ્ટ્રીય પશું જાહેર કરવા માટે કાયદો લાવવો જોઈએ.

બાબા રામદેવે  વધુમાં એમ પણ કહ્યું કે પતંજલિ પીઠમ હંમેશા ગાય સંરક્ષણ અભિયાનમાં સક્રિયપણે પોતાનો મહત્વનો ફાળો આપે છે અને આગળ આ કાર્ય કરતું રહેશે. તેમણે કહ્યું કે દરેક ગાય પ્રેમીએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરવી જોઈએ. કોન્ફરન્સમાં તેમણે હિંદુ ધર્મના પ્રચાર માટે ટીટીડીના કાર્યક્રમોની પ્રશંસા કરી હતી.