Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં ચોમાસુ બેસતા જ ડેન્ગ્યુનો કહેર -વિતેલા વર્ષની તુલનામાં કેસ વધુ

Social Share

દિલ્હીઃ- દેશમાં ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે પાણી જન્ અને મચ્છર જન્ય રોગોનો કહેર પણ વર્તાઈ રહ્યો છે જો વાત કરીએ દેશની રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે.

વિતેલા  વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી 2 જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 143 કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સમયગાળામાં 36 કેસ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ડેન્ગ્યુના કેસોની સંખ્યા ચાર ગણી નજીક છે.જેના પરથી કહી શકાય કે દિલ્હીનું તંત્ર રોગચાળા સામે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે.

વિતેલા દિવસને સોમવારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી 2 જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 143 કેસ નોંધાયા છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના માત્ર 36 કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી 2 જુલાઈ સુધીમાં મેલેરિયાના 27 કેસ નોંધાયા છે.ચિકનગુનિયાના અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા સુધી છ કેસ નોંધાયા હતા.

રાજધાનીમાં મચ્છરજન્ય રોગોના નિવારણ માટે પાંચ લાખ 81 હજાર 772 ઘરોમાં મચ્છર નિવારક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. એક કરોડ 52 લાખથી વધુ મકાનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 40 હજાર 289 ઘરમાંથી મચ્છરોના લારવા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.ત્યારે હવે વરસતા વરસાદમાં આ કેસ વધવાની શક્યતાઓ પણ વધી છે,જો પુરતુ ધ્યાન અને તકેદારી ન રાખવામાં આવે તો કેસ વધી શકે છે.

Exit mobile version