Site icon Revoi.in

સમગ્ર અમદાવાદ શહેરમાં ગાઢ ઘુમ્મસ છવાયું – વિઝિબિલીટી તદ્દન ઓછી જોવા મળી

Social Share

અમદાવાદ – આજે 30 જાન્યુઆરીને સવારે જાણે સમગ્ર અમદાવાદ શહેર ઘુમાડાની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું છે, સવારે હવામા ગાઢ ઘુમ્મસ છવાયેલો જોવા મળ્યો છે, ખાસ કરીને બોપલ ,ઘુમા ,ઈસ્કોન,સરખેજ સહીતના અનેક વિસ્તારોમાં વિઝિબિલીટ પણ તદ્દન ઓછી થઈ હતી.

હવામાં ઘુમ્મસનું પ્રમાણ એટલી હદે હતું કે રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે માર્ગ પર જે તે વાહન પસાર થતા વાહનો દ્રારા  હોર્ન વગાડવાનું પ્રમાણ વધ્યું હતું, રસ્તાઓ પર સતત વાહનો દ્રારા હોર્ન વગાડીને આગળ વધી રહ્યા હતા.

અમદાવાદ શહેર જાણે આજે વાદળોની વચ્ચે વસ્યપ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે, 100 મિટરની અંદરથી દૂર કોઈ પણ વસ્તુ દેખાવી અશક્ય બની છે.એટલો ઘુમ્મસ અને હવામાં ભેજ છવાયેલો જોવા મળ્યો છે.

જ્યા એક તરફ શિયાળો તાલી રહ્યો છે ત્યા બીજી તરફ અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ પણ પડ્યા છે જેને લઈને હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 29 તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા  છે. જો રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડગામ પંથકમાં 1 ઈંચ નોંધાયો તો આજે પણ અમદાવાદ ગાઢ ઘુમ્મસમાં લપેટાયેલું છે.