Site icon Revoi.in

પાકિસ્તાનની જનતા પર મોંધવારીનો માર – ખાંડ 200 રું કિલો તો 20 કિલો લોટની કિમંત 4 હજારે પહોંચી

Social Share

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન સતત મોંધવારી વઘતી જઈ રહી છે પાકિસ્તાનની જનતાને અનેક ખાધ્ય ચીજ વસ્તુઓ 4 ગણા ભાવે વેચાઈ રહી છે અને મજબૂરીમાં જનતાએ પણ તે ખરીદવી પડી રહી છએ આવી સ્થિતિમાં અહી રોજીંદા જીવનમાં નપરાતી ખાધ્ય વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોચ્યા છે.

પાકિસ્તાનમાં મોંઘવારી એટલી એટલી ટોચે પહોંચી ગઈ છે કે જે લોટ 800 રૂપિયાની આસપાસ હોવો જોઈએ તે 20 કિલો દીઠ 4000 રૂપિયા સુધી પહોંચ્યો છે. સાથે જ ખાંડના ભાવ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. પાકિસ્તાનની કરન્માંસી પ્રમાણે એક કિલો ખાંડની કિંમત 130 રૂપિયાથી વધીને 200 રૂપિયા થઈ ગઈ છે.

પ્રાંતીય રાજધાની ક્વેટાની સાથે સાથે બલૂચિસ્તાનના અનેક જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં પણ આ મોંઘવારી વધી છે. અહીં ખાંડ 130 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે જ સમયે, લોટ 2600 પાકિસ્તાની રૂપિયાથી વધીને 4000 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનાની શરુાતથી જ અહીના લોકોએ દરેક વસ્તુની બેવડી કિમંત ચૂકવવી પજી રહી છે.દાલબંદિનમાં ખાંડની કિંમત સૌથી વધુ 200 રૂપિયા પ્રતિ કિલો છે. આ સિવાય સહાબતપુરમાં લોટની કિંમત 4000 રૂપિયા પ્રતિ 20 કિલો છે. આ સિવાય અન્ય જરૂરી વસ્તુઓમાં પણ વધારો જોવા મળ્યો છે.આ સહીત કેચલીક જગ્યાઓ પર તો જરુરીયાતની વસ્તુઓની અછતના કારણે વધુ પૈસા ખર્ચ કરીને પણ ભીડમામં વસ્તુ મેલલા સંઘર્ષ કરવો પડી રહ્યો છે.