Site icon Revoi.in

પાકિસ્તાનમાં મોંધવારીનો માર, દેશની કથળતી સ્થિતિ- ડુંગળીના ભાવ 500 રુ પ્રતિ કિલોએ પહોંચતા જનતા હેરાન

Social Share

દિલ્હીઃ- દેશના પાડજોશી રાજ્ય પાકિસ્તાન હાલ સ્થિતિ ખૂબ જ કથળતી જઈ રહી છે. દિવસેને દિવસે અહીં મોંધવારી વધતી જ જઈ સહી છે સ્થિતિ એવી થઈ ચૂકી છે કે ડુંગળી લોકો 500 રુપિયે કિલો ખરિદવા મજબૂર બન્યા છએ તો રાહત દરે આપવામાં આવતા અનાજના ભાવ 6 થી 8 ગણા વસુલવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનની કથળતી સ્થિતિમાં ગયા વર્ષે પૂરનું કારણ માનવામાં આવી રહ્યું છે જે વધુ ચિંતાજનક પરિસ્થિતી દર્શાવે છે.  છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 6 જાન્યુઆરી, 2022 ના રોજ, જ્યાં પાકિસ્તાનમાં ડુંગળી જેવી દૈનિક જરૂરિયાતની કિંમત 36.7 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો હતી, તે જ ડુંગળીની કિંમત 5 જાન્યુઆરી, 2023 ના રોજ વધીને 220 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે.
વિતેલા વર્ષની સરખામણીમાં આ વર્ષના જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 48 ટકા અને ડીઝલના ભાવમાં 61 ટકાનો વધારો થયો છે.જેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી છે.
આ સહીત પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા પ્રમાણે જો વાત કરીએ તો, ગત વર્ષની સરખામણીમાં ચિકનના ભાવમાં 82 ટકાનો વધારો થયો, દાળના ભાવમાં 51 ટકાનો વધારો થયો. બાસમતી ચોખાના ભાવમાં સરસવના તેલના ભાવમાં 46 ટકા, દૂધના ભાવમાં 42 ટકા, દૂધના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે.આ રીતે પાકિસ્તાન બેવડીપરિસ્થિતિ અને બેવડી કથળતી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.