દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવાૈ મળી રહી છે આ યુદ્ધમાં હજારો લોકો મોચને ઘાટ ઉતર્યા છે. ઈઝરાયલ દ્રારા ગાઝા પટ્ટીમાં તેની ભીષણ બોમ્બમારો હાલ પણ શરુ જ છે.
ઈઝરાયલના આ હવાઈ હુમલામાં ધ્વસ્ત ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના 250 થી વધુ લક્ષ્યાંકો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં એક મસ્જિદની નજીક સ્થિત રોકેટ પ્રક્ષેપણ સ્થળનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમાન્ડ સેન્ટર્સ, ટનલ અને રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા હતા. IDFએ જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી ઉદ્દેશ્યોને અનુસરવા માટે રહેણાંક વિસ્તારોનો ઉપયોગ કરે છે. IDFએ જણાવ્યું હતું કે રોકેટ લોન્ચર્સ રહેણાંક વિસ્તારોના મધ્યમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને યુદ્ધ દરમિયાન ઇઝરાયેલ તરફ ગોળીબાર કરવામાં આવ્યા હતા.
ઝરાયેલી સેનાએ થોડા સમય માટે ઉત્તરી ગાઝામાં જમીન પર હુમલો કર્યો. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, દુશ્મન વિસ્તારમાં પ્રવેશતા પહેલા સૈનિકોએ ગાઝામાં કલાકો સુધી જમીની હુમલા પણ કર્યા હતા.
ત્યારે હવે ઇઝરાયેલી સૈન્યએ વિતેલા દિવસને ગુરુવારે દાવો કર્યો હતો કે હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફ શાદી બરુદ ગાઝામાં તેમના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. IDFએ 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવા માટે હમાસના નેતા યાહ્યા સિનવર સાથે કામ કરવાનો બારુડ પર આરોપ મૂક્યો હતો.બારુડે અગાઉ ખાન યુનિસ વિસ્તારમાં બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું અને આતંકવાદી જૂથના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા,
IDF દ્રારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે બર્બર હુમલાઓ માટે જવાબદાર હમાસ નેતાઓ અને આતંકવાદીઓ પર હુમલો કરવાનું અને તેમને ખતમ કરવાનું ચાલુ રાખીશું.
IDF અનુસાર, બરુડ ઇઝરાયલી નાગરિકો વિરુદ્ધ અનેક આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો. આ સાથે જ હમાસ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં 50 બંધકોના મોત થયા છે. હમાસના સૈન્ય પ્રવક્તા અબુ ઓબેદાએ આ માહિતી આપી છે. દરમિયાન, એક અહેવાલ મુજબ ગાઝામાં 1600 લોકો ગુમ થયાની માહિતી મળી છે. તેમની વચ્ચે 900 બાળકો પણ છે.
ગ્રાઉન્ડ આક્રમણ પહેલા, ટેન્ક અને પાયદળ એકમોએ હમાસના નિયંત્રણવાળા ગાઝામાં રાતોરાત દરોડા પાડ્યા હતા. IDF એ દાવો કર્યો હતો કે ઇઝરાયેલી ટેન્ક, સૈનિકો અને સશસ્ત્ર બુલડોઝર રાતોરાત એન્ક્લેવમાં પ્રવેશ્યા હતા. પીછેહઠ પહેલા ઘણી સાઇટ્સ નાશ પામી હતી
વિનાશક હવાઈ હુમલાના બે અઠવાડિયા પછી, ઇઝરાયેલી સૈન્યએ સંભવિત વ્યાપક જમીન હુમલાઓ માટે “યુદ્ધભૂમિ તૈયાર કરવા” માટે ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે ગાઝા પટ્ટીમાં ઇંધણ સમાપ્ત થવાના આરે છે અને તેને આ વિસ્તારમાં રાહત પ્રયાસો રોકવાની ફરજ પડશે. દ
ક્ષિણ ઇઝરાયેલમાં થયેલા લોહિયાળ નરસંહાર બાદ આ વિસ્તાર સંપૂર્ણ નાકાબંધી હેઠળ છે. યુએનએ આશંકા વ્યક્ત કરી હતી કે જો ઇઝરાયેલ હમાસને ખતમ કરવા માટે જમીન પર હુમલો કરશે તો ગાઝામાં મૃત્યુઆંક વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1400થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમજ આતંકવાદીઓએ 200 થી વધુ નાગરિકોને બંધક બનાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમાસ પાસે હજુ પણ 224 બંધકો છે. આ હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યું છે અને સતત હવાઈ હુમલાઓ ચાલુ છે.