Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો ખરાબ છત્તાં એકબીજા પર પરમાણુ હુમલો નહી કરે આ બાબતે થઈ સમજૂતી

Social Share

દિલ્હીઃ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય સારા સંબંઝધો રહ્યા નથી,કારણ કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ છે જેને લઈને વિશઅવભરમાં તેની નિંદા થી રહી છે ત્યારે ભારત પમ પાકિસ્તાનનો સખ્ત વિરોધી છે જો કે બન્ને દેશઓ વચ્ચે વિરોધાભાસ હોવા છંત્તા અને સંબંધો સારા ન હોવા છત્તા એક બાબતે કરાર થયો છે જે પ્રમાણે બન્ને દેશો એક બીજા પર પરમાણું હુમલો કરશે નહી.

જાણકારી પ્રમાણે ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા દિવસે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે કે બંને દેશો એકબીજા પર પરમાણુ હુમલા નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ કરાર એવા સમયે થયો છે જ્યારે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં  ખરાશ જોવા મળી છે.
પાકિસ્તાન પણ 1992થી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે રાજી થઈ ગયું છે. આ સિવાય ભારત અને ઈસ્લામાબાદએ રાજદ્વારી માધ્યમો દ્વારા તેમની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદી એકબીજા સાથે શેર કરી છે. કિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે તેને 631 ભારતીય માછીમારો અને બે ભારતીય નાગરિક કેદીઓની મુક્તિ અને સ્વદેશ પરત લાવવા માટે કહેવામાં આવ્યું છે જેમણે તેમની સજા પૂર્ણ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરવામાં આવી છે અને ઇસ્લામાબાદ પહોંચાડવામાં આવી છે તેમને મુક્ત કરવામાં આવશે. 
ભારતીય વિદેશ મંત્રાલય પ્રમાણે, ભારત અને પાકિસ્તાન દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરીએ કરાર હેઠળ આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ વિશે એકબીજા સાથે માહિતી શેર કરે છે. આ અંગે 31 ડિસેમ્બર 1988ના રોજ એક કરાર થયો હતો, જે 27 જાન્યુઆરી 1991થી અમલમાં  જોવા મળે છે.જેમાં આ વતકે પણ બન્ને દેશોએ સહમતિ દર્શાવી છે.