Site icon Revoi.in

સોમનાથમાં કરાશે વિકાસઃ પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા ખાસ ટનલ બનાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં યાત્રાધામ અને પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકારે કવાયત તેજ બનાવી છે. પ્રવાસીઓ માટે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવાની દિશામાં વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

ગિરસોમનાથમાં કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવશે. ત્રિવેણી દેહોત્સર્ગથી  સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે.

એસટી બસ સ્ટેન્ડનું રેલ્વે સ્ટેશન સામે સ્થળાંતર કરી નવું અદ્યતન બસ સ્ટેશન બનાવવામાં આવશે.

સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવિણ લહેરી એ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષી શકે એ માટે આવનાર દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસ કામો હાથ ધરાશે.