Site icon Revoi.in

અમરનાથ યાત્રામાં શ્રદ્ઘાળુઓએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધી 4 લાખથી પણ વધુ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

Social Share

શ્રીનગરઃ- અનરનાથ યાત્રા 1 લી જુલાઈના રોજથી શરુ થઈ હતી .હવામાન ખરાબ હોવા છત્તા દેશભરમાંથી અનેક ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છએ આ વર્ષ દરમિયાન સુપરક્ષાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સાથે જ સુવિધાો પણ વિકસાવવામાં આવી છે જેને જોતા અનેક યાત્રીઓ અહી આવી રહ્યા છે યાત્રીઓની સંખ્યા એ માત્ર 32 દિવસમાં રેકોર્ડ બનાવ્યો છે જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ વર્ષ હવામાન ખરાબ હોવા છંત્તા શ્રીઅમરનાથની યાત્રાના અંતે 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. યાત્રાના 32 દિવસ પૂર્ણ થયા બાદ પવિત્ર ગુફામાં યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓની સંખ્યા 4.14 લાખ થઈ  ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ  2014 પછી પહેલી વાર આવું બન્યું છે કે  જ્યારે આ યાત્રીઓનો  આંકડો 4 લાખને પાર થયો હોય. આ પહેલા 2014માં 2 લોકોની સંખ્યા 3.7 લાખ રહી હતી.આ સહીત હજી આગળ પણ શ્રી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જ જોવા મળી રહી છે.

વિતેલા દિવસને ગુરુવારની વાત કરીએ તો આ દિવસે 32મી બેચમાં, 1 હજાર 198 અમરનાથ યાત્રીઓ કડક સુરક્ષા હેઠળ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી પહેલગામ અને બાલટાલ માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે આ દિવસે જમ્મુથી પહલગામ અને બાલતાલ જવા માટે માત્ર 984 શ્રદ્ધાળુઓ જ રવાના થયા હતા.ઉલ્લેખનીય છે કે હિમાલય ક્ષેત્રમાં સ્થિત 3,888-મીટર-ઊંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

Exit mobile version