Site icon Revoi.in

રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ, જગન્નાથને આવકારવા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો

Social Share

આજે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર ખાતેથી રથયાત્રા નિકાળવામાં આવી છે ત્યારે ભગવાનના મોસળા સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

સરસપુર ખાતે ભક્તો આતુરતાથી પોતાના ભગવાન જગન્નાથની રાહ જોઈ રહ્યા છે,અહી  દૂર દૂરથી લોકો ભગવાનને આવકાર આપવા આવી રહ્યા છે રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં પણ ભારે ઉત્સાહ જોવા મળૃ્યો છે.

 ભગવાન જગન્નાથ, બળબદ્રજી અને સુભદ્રજીને માટે મામેરામાંવસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવશે તેને જોવાનો  લ્હાવો લેવા લોકોની ભીડ ઉમટી છે. ભગવાનના મોસાળ જાણે ભઊક્તિમય બન્યું છે.

 ભગવાન જગન્નાથ શહેરની નગર ચર્ચાએ  21 કિલોમીટર લાંબા રુટની રથયાત્રા કરીને પહો્ચશે ત્યારે આ માર્ગો પર સખ્ત પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,દરેક બાબતે જીણવટ ભરી નજર રાખવામાં આવી રહી છે.

આ સાથે જ સરસરપુરમાં મોસાળે મામેરાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીદી છે બસ ભગવાનના આગમનને લઈને લોકો આતુર બની રહ્યા છે. મોસાળ પક્ષ તરફના આ મામેરામાં કલાત્મક વાઘા આર્કષણનું કેન્દ્ર બનશે તેમજ સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, ચાંદીની નથણી ચઢાવવામાં પણ આવશે.

જો સુભદ્રાજીની વાત કરીએ તો તેઓને મોસાળ પક્ષમાં પાર્વતીનો શણગાર કરવામાં આવશે . ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના કુંડળપણ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હાર ચડાવાશે.આ ભગવાનના શણગારનો લ્હાવો લેવા ભક્તોની અત્યારથી જ ભીડ જોવા મળી રહી છે સમદગ્ર સરસપુર ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યું છે.ભગવાન જગન્નાથના નારા લાગી રહ્યા છે ભક્તો ભક્તિના તાલે ઝુમી રહ્યા છે.