Site icon Revoi.in

DGCA એ ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉડતા હેલિકોપ્ટરના પાઈલોટ માટે નવી ગાઈડલાઈન રજૂ કરી

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાો વધતી જઈ રહી છે જેને લઈને કેન્દ્ર પણ ચિંતિત છે ત્યારે હવે ઊંચાઈ વાળઆ વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં જે પાયલોટ હેલિકોપ્ટર લઈને ઉડાન ભરતા હોય છે તેમના માટે આજ રોજ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન નવી ગાઈડલાઈન રજૂ કરી છે.

ખાસ કરીને આ ગાઈલાઈન હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં હેલિકોપ્ટર પાઈલટ માટે જારી કરાઈ છે. આ દિશાનિર્દેશો હેઠળ, પાઇલટ્સને વધારાની હિલ ચેક તાલીમ પણ આપવામાં આવશે.

આ સાથે જ  આ માર્ગદર્શિકાનો કડક અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  ઉંચા પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર દુર્ઘટના વધતી જઈ રહી છે.આવી સ્થિતિમાં ચારધામ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ ગાઈડલાઈન રજૂ કરાઈ છે.

આ નિર્ણય સુરક્ષા પગલાંના ભાગરૂપે લેવાયો છે, હિમાલય ક્ષેત્રમાં હેલિકોપ્ટર ઉડતા પાઇલટ્સને વિશેષ તાલીમ આપવામાં આવશે. આ માટે DGCAએ નવા નિયમો જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2022માં કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ તીર્થયાત્રીઓ અને એક પાયલટના મોત થયા હતા. થોડા સમય પહેલા ઉત્તરાખંડના એક વરિષ્ઠ અધિકારી પણ હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યા હતા.ત્યાર બાદ આ ગાઈડલાઈન જારી કરવામાં આવી  છે.

ઉલ્લેખનીય છે કે  દર વર્ષે લાખો તીર્થયાત્રીઓ ચારધામ યાત્રા પર કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી તીર્થસ્થાનોની મુલાકાત લે છે. આ ચારેય તીર્થસ્થાનો ખૂબ જ ઉંચાઈ પર આવેલા છે. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા આ ચારધામની યાત્રા કરે છે. ત્યારે યાત્રીઓની  સુરક્ષા મહત્વની છે જેને લઈને પાયલોટ્સને વધારાની તાલિમ આપવામાં આવશે.