Site icon Revoi.in

નફરતભર્યા ભાષણો-નિવેદનો પર હવે યુપી સરકાર સખ્ત – તાત્કાલિક કાર્યવાહી કરવા DGPનો આદેશ

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રદેશની સરાકર દરેક મોર્ટે અન્ય રાજ્ય કરતા આગળ હોય છે, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી કાયદાકિય કાર્વાહી પણ તેજ બની છે,અનેક અપરાધો અને ગુંડાગીરીઓનું પ્રમાણ ઘટી ચૂક્યું છે અને તેનું કારણ છે કે તાત્કાલિક કાર્યવાહી ત્યારે હવે જે લોકો નફરત ભર્યા નિવેદન કે ભાષણ આપશે તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ૃ પ્રદેશના પોલીસ વડાએ પોલીસને ફરિયાદની રાહ જોયા વિના રાજ્યમાં નફરતભર્યા નિવેદનોના મામલામાં પોતાની રીતે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોને આવા કેસોમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.આ સાથે જ તેમણે એમ પમ કહ્યું છે કે આ આદેશોનું પાલન કરવામાં કોઈપણ બેદરકારીને ‘કોર્ટની અવમાનના’ તરીકે ગણાશે અને સંબંધિત અધિકારીઓ સામે પગલાં લઈ શકાય છે.

આ જારી કરાયેલા ડીજીપીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે અપ્રિય ભાષણ અથવા અપ્રિય અપરાધના કિસ્સામાં, ફરિયાદ પ્રાપ્ત થવા પર અથવા કોઈ ફરિયાદની ગેરહાજરીમાં, પોલીસે સુઓમોટો કોગ્નિઝન્સ લેવું જોઈએ અને એફઆઈઆર નોંધવી જ  જોઈએ અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

શા માટે કોર્ટે આદેશ આપ્યો હતો?

ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરના રોજ સુપ્રિમકોર્ટ એ દિલ્હી અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ રજૂ કરી હતી. જેમાં દ્વેષપૂર્ણ નિવેદનોના મામલામાં શું કાર્યવાહી કરવી તેનો રિપોર્ટ આપવા જણાવ્યું હતું. શાહીન અબ્દુલ્લા નામની વ્યક્તિએ પોતાની અરજીમાં કહ્યું હતું કે દેશમાં મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો પ્રચલિત છે. તેના વચગાળાના નિર્દેશમાં, સુપ્રીમ કોર્ટે ત્રણેય રાજ્યોને આદેશ આપ્યો કે જ્યારે પણ કોઈપણ દ્વેષપૂર્ણ નિવેદન અથવા કૃત્ય થાય છે, ત્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 153A, 153B અને 295A અને 505 હેઠળ કેસ કરવામાં આવે છે.ત્યારે હવે યુપીના પોલીસ વડાએ આ કાર્યાવહી કરવાનો આદેશ આપ્યો છે જદ્યા પણ કોઈ નફરત વાળા બયાન કે નિવેદન થશે ત્યા કાર્યવાહી કરાશે.