Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની એજેન્ટ નાપાક ઈરાદાને અંજામ આપવાના ફિરાકમાં- ડિજીપી એ સુરક્ષાદળોને એલર્ટ કર્યા

Social Share

શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જ્યા પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનની નજર અટકેલી રહેતી હોય છે, અવાર-નવાર આતંકી પ્રવૃત્તિઓને પાકિસ્તાન અજામ આપતું હોય છે ,જો કે સેનાના જવાનો તેને નિષ્ફળ બનાવવામાં સફળ રહેતા હોય છે, ત્યારે હવે જમ્મુ -કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે શુક્રવારે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન અને તેના એજન્ટો કાશ્મીર ઘાટીઓમાં પ્રવર્તતી શાંતિને ભંગ કરવા માટે સોશિયલ મીડિયા પર તેમની દૂર્ભાવનાપૂર્ણ તેમના ઈરાદાઓનો પ્રચાર કરી રહ્યા છે.

આ બાબતને લઈને  દિલબાગ સિંહે જણાવ્યું હતું કે શાંતિ જાળવવામાં લોકોના સહયોગ અને સમર્થનને કારણે જમ્મુ -કાશ્મીરમાં પરિસ્થિતિ એકંદરે શાંતિપૂર્ણ અને સંપૂર્ણ નિયંત્રણમાં જોવા મળી રહી  છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ડીજીપીએ આજે ​​બારામુલ્લા, ઉત્તર કાશ્મીર રેન્જના સોપોર શહેરો અને દક્ષિણ કાશ્મીર રેન્જના અનંતનાગ અને પુલવામાની મુલાકાત લીધી હતી.

આ સાથે જ તેમણે અધિકારીઓની સંયુક્ત બેઠકોની અધ્યક્ષતા કરી હતી જેમાં તેમણે આ જિલ્લાઓમાં જવાનોની સામાન્ય સુરક્ષા પરિસ્થિતી, તૈનાતી અને કલ્યાણના પગલાંની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, ડીજીપીએ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બારામુલ્લા, સોપોર, અનંતનાગ અને પુલવામાના જૂના અને મુખ્ય શહેરોની મુલાકાત લીધી હતી

સંયુક્ત અધિકારીઓની બેઠકને સંબોધતા ડીજીપીએ સાવધાની રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે શાંતિ વિરોધી તત્વને કોઈ પણ પ્રકારની ખલેલ ઊભી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો અને અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા હતા, તેમણે નિર્દેશ આપ્યો હતો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવા ઉપરાંત, ઉપદ્રવિઓ અને જમીન કામદારો પર કડક નજર રાખવી જોઈએ.

Exit mobile version