Site icon Revoi.in

ધ્રાંગધ્રા – હળવદ હાઇવે પર અકસ્માત બાદ ટેન્કરમાંથી N-એસિડ ઢોળાતાં અફડા-તફડી મચી ગઈ

Social Share

મોરબીઃ ધ્રાંગધ્રા – હળવદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે 45 હજાર એન-એસિડ ભરેલા  ટેન્કરનો અકસ્માત સર્જાતા એન.એસિડ રસ્તા ઉપર ઢાળાઈને લીક થયુ હતું. તેના લીધે તીવ્રવાસની સાથે ધુમાડાથી લોકોની આંખો બળવાની સાથે ગુંગળામણ થવા લાગી હતી. ગાંધીધામમાં કેમિકલની અનેક ફેકટરીઓ આવેલી છે. ત્યાની ફેકટરીમાં તૈયાર કરવામાં આવેલા એન.એસિડ નામનુ કેમિકલ ભરીને ટેન્કર વડોદરા જવા માટે રવાના થયુ હતુ. ત્યારે હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર એન-એસિડ ભરેલું એસિડ ભરેલું ટેન્કર સુખપર પાસે પહોચ્યુ ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે ટેન્કરની ટાંકીમાંથી એસિડ લીક થવા લાગ્યું હતું. હવાની સાથે એસિડના ધુમાડા અને તીવ્ર વાસ આજુબાજુમાં ફેલાવા લાગી હતી. આથી લોકોને ગૂંગણામણ અને આખોમાં બળતરી ઊપડવા લાગી હતી. એની અસર બે કિમીથી વધુ સુધી ફેલાઇ હતી. આથી હાઇવે પરના અન્ય વાહનચાલકો અને ખેતરમાં કામ કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા, જ્યારે ટેન્કરનો ચાલક અને ક્લીનર ટેન્કર મૂકીને ભાગી ગયા હતા. ઝલદ એસિડને લીધે આસપાસના ખેતરના પાકને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. હાઈવેની બાજુના ખેતરમાં કામ કરતા શ્રમિકોના કહેવા મુજબ એસિડ ભરેલા ટેન્કરના એક ખાનામાંથી જ એસિડ લીક થયું હશે તો જોખમ થોડું ઓછુ થશે, પરંતુ બાકીના ખાનામાંથી પણ એસિડ લીક થવા લાગશે તો એને ખાલી થતાં બે દિવસ પણ લાગી શકે છે. અમે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હવા આવી અને તેની સાથે આવેલા ધુમાડાની તીવ્ર વાસથી પહેલા તો આખો બળવા લાગી હતી. પહેલા મને એમ થયું કે મારી આખમાં કાંઇ પડયું હશે. ત્યાં તો બીજા લોકોને પણ આવી ફરિયાદ થવા લાગી હતી.