મુંબઈ, 02 જાન્યુઆરી 2026: હાલ ભારત સહિત દુનિયાભરમાં હિન્દી ફિલ્મ ધૂરંધરની પ્રશંસા થઈ રહી છે અને દર્શકો તરફથી ફિલ્મને જોરદાર પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહીં ફિલ્મમાં રહેમાન ટકૈતનું પાત્ર ભજવીને ભારત સહિત દુનિયાભરમાં છવાઈ જનાર અક્ષય ખન્ના પહેલા આ રોલ કરવા માટે તૈયાર ન હતા. એટલું જ નહીં ફિલ્મમેકરને પણ ભરસો ન હતો કે, અક્ષય ખન્ના ફિલ્મનો ભાગ બનશે. જો કે, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાના પ્રયાસોથી અક્ષય ખન્ના ફિલ્મનો ભાગ તો બન્યાં સાથે સાથે રહેમાન ટકૈત બનીને ફિલ્મ જગતમાં છવાઈ ગયા. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય ખન્ના તેના સિલેક્ટિવ કામ અને મૂડી સ્વભાવ માટે જાણીતા છે. હાલમાં જ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જ્યારે તેમણે અક્ષય ખન્નાને ફિલ્મ ‘ધુરંધર’ માં રહેમાન ડકૈતના રોલ માટે ફોન કર્યો, ત્યારે અભિનેતાએ તેમને ફોન પર જ ખખડાવી નાખ્યા હતા અને પૂછ્યું હતું કે, “પાગલ થઈ ગયો છે શું?”
મેકર્સને પણ નહોતો ભરોસો
મુકેશ છાબડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે ફિલ્મની કાસ્ટિંગ શરૂ થઈ ત્યારે રણવીર સિંહ પહેલેથી જ ફાઈનલ હતો. જ્યારે મુકેશે વિલન તરીકે અક્ષય ખન્નાનું નામ સૂચવ્યું, ત્યારે મેકર્સને પણ શંકા હતી કે અક્ષય આ રોલ માટે હા પાડશે કે નહીં. અક્ષય ખન્ના સામાન્ય રીતે પ્રોજેક્ટ્સ પસંદ કરવામાં ખૂબ જ કડક માનવામાં આવે છે.
મુકેશે જણાવ્યું કે, “મેં જ્યારે અક્ષય ખન્નાને ફોન કર્યો ત્યારે તેમણે પહેલા મને ખખડાવ્યો હતો, પરંતુ મેં તેમને વિનંતી કરી કે એકવાર મળો અને સ્ક્રિપ્ટ સાંભળો.” અંતે અક્ષય ખન્ના ઓફિસે આવ્યા અને આદિત્ય ધર સાથે મુલાકાત કરી. એટલું જ નહીં અક્ષય ખન્ના સતત 4 કલાક સુધી ઓફિસમાં બેઠા રહ્યા હતા. મુકેશ છાબડાના કહેવા પ્રમાણે, અક્ષય શાંતિથી સ્ક્રિપ્ટ સાંભળતા રહ્યા અને સિગારેટ પીતા રહ્યા. જ્યારે વાત પૂરી થઈ ત્યારે તેમને સ્ક્રિપ્ટ એટલી ગમી ગઈ કે તેમણે તરત જ કહ્યું, “અરે યાર, આ તો બહુ જ જોરદાર છે, કામ કરવાની મજા આવશે.”
વધુ વાંચો: શાહરૂખ ખાનના વલણની ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડાએ કરી ટીકા

