- 25 વર્ષની ઉંમરમાં થઇ શકે છે ડાયાબિટીસ
- યુવાઓ માટે ખતરો છે આ બીમારી
- જેનું નામ છે એમઓડીવાય
ભાગદોડ ભર્યા જીવનમાં યુવાનો ઘણી બીમારીઓના શિકાર બનતા હોય છે.મોટેરાથી લઇ નાના લોકો પણ હવે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પરેશાન છે.અને આ બીમારી એકવાર થઇ જાય પછી એ કાયમ માટે શરીરમાં ઘર કરી લે છે.પરંતુ 25થી ઓછી ઉંમરના યુવાઓનો જે ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે, જેનું નામ છે એમઓડીવાય એટલે કે મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ ધ યંગ MODYથી પરેશાન યુવાઓની વાત કરીએ તો ફક્ત 1 થી 4 ટકા દર્દીઓ જ સમસ્યાને દૂર કરી શકે છે.
આ ગંભીર બીમારીથી બચવા માટે ક્યા ક્યા ઉપાયો છે અને તેના લક્ષણો ક્યા ક્યા છે, જે સમય રહેતા ઓળખવા જરૂરી છે. એવું જરૂરી નથી કે આ બીમારીના લક્ષણ તમને જોવા મળે આ લક્ષણ માત્ર બ્લડ શુગર ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે.જોકે આના લક્ષણ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ સાથે ઓવરલેપ થાય છે, આવામાં ખરાબ પરિણામનો ખતરો વધી જાય છે. MODYનાં અમુક રૂપોને જીવનશૈલીમાં ફેરફાર કરીને અટકાવી શકાય છે. જ્યારે અમુક પ્રકારોનાં આધાર પર દવા કે ઇન્સ્યુલિનની જરૂર પડે છે.
સૌથી પહેલા આ બીમારીના પ્રકારો વિશે જાણી લો અને ત્યારબાદ ડાયાબિટીસ માટે ઈલાજની સલાહ લો. જો પેરેન્ટ્સ MODYનાં કોઈ પ્રકારથી પસાર થયા છે, તો બાળકોને 50 ટકા સમસ્યાનો ખતરો વધી જાય છે. પરિવારનાં અન્ય સદસ્યોએ પણ ચેક અપ કરાવવું જરૂરી.