Site icon Revoi.in

અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત તુટી, સદનસીબે જાનહાની ટળી

Social Share

અમદાવાદઃ શહેરમાં જાણીતી હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડની છતનો કેટલોક ભાગ તુટી પડતા દોડધામ મચી ગઈ હતી. જો કે, વોર્ડમાં કોઈ દર્દી નહીં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. અગાઉ આ હોસ્પિટલમાં પીઓપી છત તુટી હતી. તેમજ ઓપરેશન થીયેટરમાં પાણી પડ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન હવે હોસ્પિટલના 12મા માલે આવેલા ડાયાલિસિસ વોર્ડની છત તુટી પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ ફરીથી ઓવી કોઈ ઘટના ના બને તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

હોસ્પિટલના સીઈઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં RCCની છતમાં વચ્ચે લાગેલી પીઓપીની શીટ લગાવેલી છે. જે પૈકી પાંચેક જેટલી શીટ તૂટી ગઈ હતી. જો કે, જ્યાં દર્દીઓના બેડ છે. ત્યાં શીટ નથી પડી. વોર્ડમાં ચાલવાનાં પેસેજમાં શીટ તૂટીને પડી હતી. જેના પરિણામે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. એટલું જ નહીં આ દૂર્ઘટના સર્જાઈ ત્યારે વોર્ડમાં કોઈ દર્દી પણ હાજર ન હતો. જો કે, હોસ્પિટલના વોર્ડમાં પીઓપીની શીટ તુટી પડવાની ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. તેમજ વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં અવારનવાર છત પડવાની તેમજ પાણી પડવાની ઘટનાઓ બની ચુકી છે. હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં પાણી ભરાવાની બેદરકારી સામે આવતાં તંત્રની પોલ ખુલી ગઈ હતી.