Site icon Revoi.in

સુરતમાં ડાયમન્ડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18મી ડિસેમ્બરે કરાશે લોકાપર્ણ

Social Share

સુરતઃ શહેરમાં 3400 કરોડના ખર્ચે બનાવાયેલુ ડાયમંડ બુર્સ  આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શહેરના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત ડાયમંડ બુર્સનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 17 ડિસેમ્બર કરાશે.

સુરતના ડાયમંડ બુર્સનું ડેલિગેશન વડાપ્રધાનને આમંત્રણ આપવા દિલ્હી ગયુ હતું. જ્યાં વડાપ્રધાને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આ સમયે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. એ પછી સુરત ડાયમંડ બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો આ એક પ્રોજેક્ટ હતો. સુરત સ્માર્ટ સિટી અંતર્ગત આ પ્રોજેક્ટને ખૂબ જ વિશાળ ફલક ઉપર લઈ જવાની નેમ સાથે શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાયમંડ બુર્સ કમિટીએ સફળતા મેળવી છે.

સુરત શહેરમાં 3400 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. આ અંગે સુરત હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઇએ જણાવ્યું હતુ. કે ગત તા.2 ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યું હતું. એ સમયે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. જે બાદ સુરત હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ડામન્ડ બુર્સનો લોકાર્પણ સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.