Site icon Revoi.in

શું તમને ખબર છે? ફોનમાં સેટિંગ્સને ચેન્જ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકાય છે

Social Share

મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ જો ઓછી હોય તો તે આજકાલ લોકોને ગમતું નથી, લોકોને હવે ઝડપી ઈન્ટરનેટની આદત પડી ગઈ છે. કેટલાક લોકોને હજુ પણ વધારે સ્પીડમાં ઈન્ટરનેટ આવે તેવું કરવું હોય છે તો હવે સેટિંગ્સમાં જઈને કેટલાક ચેન્જ કરવાથી ઈન્ટરનેટની સ્પીડ વધારી શકાય છે.

કેટલાક ફોનમાં સિમકાર્ડ નાખતા જ ઓટોમેટિક સેટિંગ્સ થઇ જાય છે. જ્યારે કેટલાક ફોનમાં આ સેટિંગ્સ મેન્યૂઅલી કરવા પડે છે. ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જઇને નેટવર્ક સેટિંગ પર ક્લિક કરો અને અહીં પ્રિફર્ડ ટાઇપ ઓફ નેટવર્કને 4G અથવા તો LTE સિલેક્ટ કરો.

જો સ્ટેપ બાય સ્ટેપ્સ તમને જાણકારી આપીએ તો ઇન્ટરનેટની સ્પિડ વધારવા માટે એક્સેસ પોઇન્ટ નેટવર્ક એટલે કે APN ની સેટિંગ જરૂરથી ચેક કરો. તે હાઇ સ્પિડ APN હોવુ જરૂરી છે. નેટવર્ક સેટિંગમાં જ તેનું ઓપ્શન હોય છે. જ્યારે તમે તેના પર ક્લિક કરશો તો નીચે APN Type જોવા મળશે. તેના પર ક્લિક કરીને ત્યાં default લખી દો. ત્યાર બાદ APN protocol પર ક્લિક કરો અને ત્યાં IPv4/IPv6 ઓપ્શન પર ક્લિક કરીને ઓકે નું ઓપ્શન દબાવો. તેવી જ રીતે APN roaming protocol પર ક્લિક કરો અને પછી IPv4/IPv6 ઓપ્શન પર જઇને ઓકે પર ટેપ કરી દો. તમારી સેટિંગ્સ સેવ થઇ જશે.

મોબાઈલમાં કેટલીક એવી ફાઈલ પણ જોવા મળે છે જેના કારણે મોબાઈલની ઝડપ ઓછી થઈ જાય છે. Cache આપણા ફોનની અનવોન્ટેડ ફાઇલ હોય છે જે એન્ડ્રોઇડ ફોનમાં ઓટોમેટિક જનરેટ થઇ જાય છે. જો સમય સમય પર તેને હટાવવામાં ન આવે તો તે ફોનની સ્પિડને સ્લો કરી શકે છે. જેના કારણે ઇન્ટરનેટની સ્પીડ પ્રભાવિત થાય છે. માટે જ સમય સમય પર Cache ને ક્લિયર કરતા રહેવું જોઈએ.