Site icon Revoi.in

શું તમને ખબર છે સુવાની પણ રીત હોય છે, આ છે સાચી રીત

Social Share

એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે અને તે ધ્યાન અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પણ સારી દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ માથું અને પશ્ચિમ તરફ પગ રાખીને સૂવે છે તો તેને શ્રેષ્ઠ ઊંઘ મેળવવામાં મદદ મળે છે અને આવા વ્યક્તિને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

એવું કહેવાય છે કે સાચી દિશામાં અને યોગ્ય રીતે સૂવું કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય અને શરીર બંને માટે ફાયદાકારક છે. એટલા માટે લોકો ઘણીવાર તેમના સૂવાના રૂમ અને દિશા વિચારીને નક્કી કરે છે. ઘણા લોકો ઊંઘની સાચી દિશા નક્કી કરવા માટે વાસ્તુશાસ્ત્રની સલાહ લે છે તો કેટલાક લોકો જ્યોતિષ શાસ્ત્રની વાતોને ધ્યાનમાં રાખીને સૂવાની દિશાને નક્કી કરે છે. એટલું જ નહીં પણ એવું માનવામાં આવે છે કે સૂવા માટે એ પણ મહત્વનું છે કે સૂતી વખતે માથું અને પગ કઈ બાજુ રાખવા જોઈએ જેનાથી શરીર અને મન પર કોઈપણ પ્રકારની આડઅસર ના થાય.

વાસ્તુ સિદ્ધાંતો અનુસાર સૂવા માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ અને દક્ષિણ છે. એવું માનવામાં આવે છે કે સૂતી વખતે તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ તરફ હોવું જોઈએ અને જ્યારે પગ પશ્ચિમ અથવા ઉત્તર તરફ હોવા જોઈએ. વાસ્તુ મુજબ આ દિશામાં સૂવાથી ગાઢ ઊંઘ આવે છે જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, જેમાં બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ઊંઘની ઉણપ અને ચિંતાની સમસ્યા દૂર થાય છે. જે લોકો આ દિશા અનુસાર માથું અને પગ રાખીને સૂવે છે તેમની ઊંઘમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી આવતો અને ધન – સમૃદ્ધિ તેમની તરફ આકર્ષિત થાય છે.