Site icon Revoi.in

ડિજીટલ ચૂકવણી કરવામાં સર્વર થયું ડાઉનન- યુપીઆઈ લેવડ-દેવડથી લોકો થયા હેરાન

Social Share

 

દિલ્હીઃ- સતત દેશમાં ડિજીટલ પેમ્ન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, બને ત્યા સુધી દરેક દેશના નાગરિકોને ડિડીટલ રીતે ચૂકવણી કરવાનું આહ્વાન દેશના વડાપ્રધાન અવાર નવાર કરી રહ્યા છે, અને એ વાત પણ નોંધ લેવી રહી કે હેવ લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળી પમ રહ્યા છે,પરંતુ છેલ્લા 2 દિવસથી લોકો ઓનલાઈન ચૂકવણી મામલે એરરનો સામનો કરી રહ્યા છએ.

વિતેલા દિવસે સર્વર ડાઉનના મેસેજ પેમેન્ટ કરતા મળી રહ્યા હતા ત્યારે ઓનલાઈન પેમેન્ટમાં અવાર-નવાર સર્વર ડાઉનની ઘટના બનતી જોવા મળી છે.આ સાથે જ કનેક્ટિવીટીમાં ખાસ સમસ્યાઓ સર્જાતી રહતી હોય છે

ત્યારે હાલ યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં સમસ્યા સર્યા હોવાની ફરીયાદો આવી છે જે પ્રમાણે UPI એટલેકે,  યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનું સર્વર વિતેલા દિવસને રવિવારના રોજ રોજ એક કલાકથી વધુ સમય માટે ખોરવાઈ ગયું હતું. જેને પગલે દેશભરમાં આર્થિક વ્યવહાર કરતા લોકોને પરેશાનની સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાથી અનેક લોકો ખરીદી માટે બહાર આવતા હોય છે મોટા ભાગના લોકો ઓનલાઈન ચૂકવણી કરતા હોય છે એવા સમયે બહાર નીકળેલા લોકોએ કેશ ઉપાડવા જવાનો વખત આવ્યો હતો.જ્યાં નાના નાન પરેમેન્ટ ઓનલાઈન થી જતા હતા તેમા સર્વર ડાઉનના કારણે કેશ આપવા પડ્યા હતા જેને લઈને ગ્રાહકોને નુશ્કેલી વેઠવી પડી હતી.આ એક વખત નહી પરંતુ ઘણી વખત સર્વર ડાઉનની પ્રક્રિયાઓ થતી હોય છે જેને લઈને પેમેન્ટમાં અવરોધ ઉત્પન્ન થાય છે.

યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ એ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ મારફતે ચાલતી ઓનટાઈમ ચુકવણી પ્રક્રિયા છે. ભારતમાં હાલ મોટા ભાગે 60 ટકા જેટલી લેવડ-દેવડ UPIથી જ થાય છે. જેમાં મોટા ભાગે નાની રકમની લેવડ-દેવડ વધુ હોય છે. 100 રૂપિયા કે તેનાથી ઓછી લેવડ-દેવડમાં UPIનું વોલ્યૂમ લગભગ 75 ટકા જેટલું હોય છે.ત્યારે આવી સ્થિતિમાં એક કલાક માટે સર્વર ડાઇન રહેવાથી ઘણા લોકોએ પરેશાની ભોગવી હતી.આ સર્વરનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ અંગેની સત્તા તેમની પાસે હોય છે. ત્યારે આ સંસ્થા દ્વારા પણ આ ફરિયાદનું નિવારણ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં હતાં