Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની રેસમાં દિગ્વિજય સિંહ પણ- ટૂંક સમયમાં નોંધાવી શકે છે ઉમેદવારી

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહી છે ,બીજી તરફ અનેક નેતાઓ આ રેસમાં દોડી રહ્યા છે ત્યારે હવે નામાકંન ભરવાને થોડો સમય બાકી છે તો અનેક નેતાઓ આ રેસમાં દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે એક નવું નામ દિગ્વિજય સિંહનું પણ સામે આવ્યું છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને અચાનક કેરળથી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં પણ છે. તેઓ રાત્રે દિલ્હી પહોંચી જશે. માનવામાં આવે છે કે દિગ્વિજય સિંહ આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી શકે છે.

બીજી તરફ કમલનાથે બુધવારે ભોપાલના પ્રદેશ કોંગ્રેસ કમિટી કાર્યાલયમાં દિગ્વિજય સિંહના અધ્યક્ષ બનવાના સવાલ પર કહ્યું- આ વાત તેમને જ પૂછો. રાહુલ ગાંધી સાથે એક મહિના પહેલા વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે તમે જ લીડર બની જાઓ, પરંતુ તેણે ના પાડી. શશિ થરૂરે મારી સાથે વાત કરી હતી. થરૂરે કહ્યું હતું કે ચૂંટણી છે એટલે ફોર્મ ભરશે. એવું ન લાગે  કે ચૂંટણી થઈ રહી નથી.

રાજસ્થાનમાં રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. ગાંધી પરિવારની પહેલી પસંદ અશોક ગેહલોતે સમગ્ર સેટિંગ ગડબડ કરી નાખ્યું છે. રાજ્યમાં હવે પાવર ટ્રાન્સફર વિવાદમાં છે. અશોક ગેહલોત સીએમની ખુરશીની લાલચ છોડી શકતા નથી. તેઓ 28 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાના હતા. પરંતુ હજુ સુધી કોંગ્રેસ મુખ્યાલયમાંથી તેમના નામની પત્રક લેવામાં આવી નથી. જો કે, માહિતી મળી રહી છે કે અશોક ગેહલોત આજે દિલ્હી આવી શકે છે.બીજી રાજસ્થાનમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાંધી પરિવારની પહેલી પસંદ અશોક ગેહલોતે સમગ્ર સેટિંગ ગડબડ કરી નાખ્યું છે. રાજ્યમાં હવે પાવર ટ્રાન્સફર વિવાદમાં છે. શશિ થરુરે પોતાના નામાંકન ભરવાની 30 તારિખ જાહેર કરી છે તેઓ આ પગ માટે ઉમેદવારી નોંધાવશે.