અમદાવાદઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન પહેલા જેવુ સામાન્ય બની રહ્યું છે. બીજી તરફ પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતની જનતા સવાઈ માટે જમ્મુ-કાશ્મીર જઈ શકશે. આગામી દિવસોમાં અમદાવાદથી સીધી જમ્મુની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.
ગુજરાતની પ્રજા હરવા-ફરવાની શોખીન છે અને દર વર્ષે ઉનાળાના વેકેશન તથા દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે દેશના વિવિધ પ્રવાસન સ્થળો ઉપર ફરવા જાય છે. હવે ગુજરાતની જનતા હવાઈ માર્ગે સીધી જમ્મુ-કાશ્મીર જઈ શકશે. જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને વેગ મળે તેવા હેતુસર અમદાવાદથી જમ્મુ-કશ્મીરની ડાયરેક્ટ ફ્લાઇટ ટુંક સમયમાં શરૂ કરાશે. આમ ગુજરાતી પ્રવાસીઓ હવે અમદાવાદથી બાય ફ્લાઇટ સીધા શ્રીનગર પહોંચી શકશે. અગાઉ અન્ય સ્થળો પર સ્ટેન્ડ કરી ફ્લાઇટ શ્રીનગર પહોંચતી હતી. આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર પ્રવાસનને વેગ મળશે તેવો આશાવાદ અમદાવાદ આવેલી જમ્મુ-કાશ્મીર ટુરિઝનની ટીમે વ્યક્ત કર્યો હતો.
કાશ્મીર ટુરિઝમના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, નવી ફ્લાઇટ શરૂ થવાની સાથે જ જમ્મુ-કશ્મીર ટુરિઝમને વેગ મળશે. અને ગુજરાતી પ્રવાસીઓને આકર્ષવા માટે તેઓએ ટુર પેકેજ પણ તૈયાર કર્યા છે.